Connect Gujarat
દેશ

તમિલનાડુઃ માદક પદાર્થની 81 કેપ્સ્યુલ ગળીને શારજાહથી આવી મહિલા, ઈન્ટેલિજન્સ ટીમે એરપોર્ટ પર ઝડપી પાડી

શારજાહની એક મહિલા મેથામ્ફેટામાઈનની 81 કેપ્સ્યુલ ગળીને ભારત આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ આ મહિલા પેસેન્જરને તમિલનાડુના કોઈમ્બતુર એરપોર્ટ પર રોકી હતી.

તમિલનાડુઃ માદક પદાર્થની 81 કેપ્સ્યુલ ગળીને શારજાહથી આવી મહિલા, ઈન્ટેલિજન્સ ટીમે એરપોર્ટ પર ઝડપી પાડી
X

શારજાહની એક મહિલા મેથામ્ફેટામાઈનની 81 કેપ્સ્યુલ ગળીને ભારત આવી હતી. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એર ઈન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓએ આ મહિલા પેસેન્જરને તમિલનાડુના કોઈમ્બતુર એરપોર્ટ પર રોકી હતી. મહિલા 6 મેના રોજ UAEના શારજાહથી કોઈમ્બતુર પહોંચી હતી.

શંકાના આધારે, ગુપ્તચર ટીમે તેને પૂછપરછ અને તપાસ માટે રોક્યો હતો. તેના શરીરમાં કેપ્સ્યુલનો ઢગલો જોવા મળ્યો હતો. ત્યારપછી ડોક્ટરોની ટીમની મદદથી તેના શરીરમાંથી 81 કેપ્સ્યુલ્સ મળી આવ્યા હતા. આ કેપ્સ્યુલ્સની તપાસમાં તે મેથામ્ફેટામાઈનની હોવાનું બહાર આવ્યું છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે. મેથામ્ફેટામાઇન એક માદક પદાર્થ છે. તે અત્યંત વ્યસનકારક દવા છે. તે મગજ અને નર્વસ સિસ્ટમને અસર કરે છે. તે ન્યુરોટ્રાન્સમીટર ડોપામાઇનનું સ્તર વધારે છે, જે ઉત્તેજનાનું કારણ બને છે અને મૂડ પર અસર કરે છે.

Next Story