Connect Gujarat
દેશ

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ,કેન્દ્ર સરકારે આપ્યો મોટો ઝટકો

બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા બિહાર રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી.

બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ,કેન્દ્ર સરકારે આપ્યો મોટો ઝટકો
X

બિહાર રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા બિહાર રાજ્યને વિશેષ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી હતી. બિહાર વિશેષ દરજ્જો આપવાની માંગ તેમની જૂની હતી. તે જૂની માંગ ને ફરી એકવાર જાન્યુઆરી મહિનામાં ઉઠાવવામાં આવી હતી.હાલ તો બિહાર વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગને કેન્દ્ર સરકાર દ્વારા મોટો ઝટકો લાગ્યો છે. કેમ કે કેન્દ્ર સરકાર માંથી નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બિહાર વિશેષ દરજ્જો આપવામાં આવશે નહીં.જાન્યુઆરીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા પત્રકારો સાથેની વાતચીત દરમિયાન એક માંગ સામે આવી હતી. જેમાં નીતીશ કુમારે કહ્યું હતું કે બિહાર વિશેષ દરજ્જો મળવો જોઈએ. ઉલ્લેખનીય છે કે 18 જાન્યુઆરી ના રોજ નીતીશ કુમાર વધુમાં જણાવ્યું હતું કે બિહાર જો વિશેષ દરજ્જો મળ્યો હોત તો આજે વિકાસ અલગ જ થયો હોત. બિહાર એક અલગ શિખર સર કર્યું હોત અને વિકાસનું મોડલ હોય. આ સાથે તેમણે કહ્યું કે હાલ માં જે વિકાસ થઈ રહ્યો છે તે પોતાના દમ-તાકાત પર બિહાર વિકાસ કરી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા એ શુક્રવારે ભુવનેશ્વરમાં સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિશેષ શ્રેણી ની માંગ કરવામાં આવેલા કોઈપણ રાજ્ય માટે વિચાર કરશે નહીં. આ જાહેરાત બાદ બિહાર અને ઓડિસા જેવા રાજ્યોને મોટો ફટકો પડયો છે.સંસદમાં ચર્ચા દરમિયાન રાજ્યસભામાં બીજેડી સાંસદ દ્વારા આ પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. સાંસદે કહ્યું કે જ્યારે પણ ઓડિશામાં ચક્રવાત આવે છે ત્યારે ઘરોને નુકસાન થાય છે. પાક નાશ પામે છે. જેથી રાજ્ય પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી ભંડોળ પૂરું પાડવું જોઈએ. નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ પર મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, કોઈપણ રાજ્ય ને વિશેષ દરજ્જો આપી શકાય નહીં તેમ નાણા પંચે પણ સ્પષ્ટ કહ્યું છે. આ સાથે તેમણે તેલંગાણા અને આંધ્રપ્રદેશનું ઉદાહરણ પણ આપ્યું હતું.

Next Story