Connect Gujarat
દેશ

LPG ગેસ સિલિન્ડરમાં હવે આ રાહત આપશે મોદી સરકાર,વાંચો કયા પગલા ભરાશે

કેન્દ્ર સરકાર મહિલાઓને રાહત આપવા માટે LPG સિલિન્ડરનું વજન ઓછુ કરવાની યોજના બનાવી રહી છે.

LPG ગેસ સિલિન્ડરમાં હવે આ રાહત આપશે મોદી સરકાર,વાંચો કયા પગલા ભરાશે
X

કેન્દ્ર સરકાર મહિલાઓને રાહત આપવા માટે LPG સિલિન્ડરનું વજન ઓછુ કરવાની યોજના બનાવી રહી છે. ઘરેલુ રસોઈ ગેસ સિલિન્ડરોનું વજન 14.2 કિલો હોવાના કારણે આ ખૂબ જ ભારે થઈ જાય છે. જેના કારમે મહિલાઓને તેને ઉપાડવામાં ખૂબ જ મુશ્કેલીઓ થાય છે. આ વાતનું ધ્યાન રાખતા સરકાર તેનું વજન ઓછુ કરવા સહિત અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ રાજ્યસભામાં આ વાતની જાણકારી આપી છે. તેના પહેલા સંસદના એક સદસ્યએ સિલિન્ડરના ભારે હોવાથી મહિલાઓને થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. હરદીપ સિંહ પુરીએ તે સવાલનો જવાબ આપતા જણાવ્યું હતું કે અમે નથી ઈચ્છતા કે મહિલાઓ અને દિકરીઓને સિલિન્ડરનું ભારે વજન ઉપાડવું પડે. તેના માટે અમે સિલિન્ડરના વજનને ઓછુ કરવા પર વિચાર કરી રહ્યા છીએ. પેટ્રોલિયમ મંત્રીએ જણાવ્યું કે અમે એક રસ્તો કાઢીશું. આ 14.2 કિલો વજનને ઓછો કરીને પાંચ કિલોનો બનાવવાનું અથવા તો અન્ય કોઈ રસ્તો.... અમે આમ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. આ ઉપરાંત પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ સદનને જણાવ્યું કે ઓઈલ કંપનીઓએ દેશભરમાં ઉજ્જવલા 2.0 અને પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના (PMUY) હેઠળ 8.8 કરોડ એલપીજી કનેક્શન જાહેર કર્યા છે.


Next Story