"દુર્ઘટના" : દિલ્હીના ખાવસપુર વિસ્તારમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી, 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા
વરસાદની સીઝન શરૂ થતાં જ દેશમાં મકાનો ધરાશાયી થવાની ઘટના બની રહી છે, ત્યારે મુંબઈમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં 19 લોકોના મોત થયા હતા
BY Connect Gujarat19 July 2021 4:42 AM GMT

X
Connect Gujarat19 July 2021 4:42 AM GMT
વરસાદની સીઝન શરૂ થતાં જ દેશમાં મકાનો ધરાશાયી થવાની ઘટના બની રહી છે, ત્યારે મુંબઈમાં એક બિલ્ડિંગ ધરાશાયી થતાં 19 લોકોના મોત થયા હતા. આ ઘટનાની સ્યાહી હજુ સુકાઈ નથી, ત્યાં દિલ્હીમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે.
મળતી માહિતી અનુસાર, દિલ્હી નજીક ગુરુગ્રામમાં 3 માળની બિલ્ડિંગ ધરાશાયી થતાં 10થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના ફરુખનગરના ખાવસપુર વિસ્તારમાં બની છે. તંત્ર દ્વારા હાલ બચાવ અને રાહત કાર્ય શરૂ કરાયું છે. જોકે, આ બિલ્ડિંગ કયા કારણોસર ધરાશાયી થઈ છે, તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. ઘટના સ્થળે હાજર DCP રાજીવ દેસવાલે જણાવ્યુ હતું કે, બિલ્ડિંગ ધરાશાયી થવાનો કોલ મળતા જ ફાયર બ્રિગેડ સહિત પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવી લોકોને બચાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે.
Next Story