Connect Gujarat
દેશ

પશ્ચિમ બંગાળના બાંકુડામાં ટ્રેન દુર્ઘટના, માલગાડીના કુલ 12 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા

પશ્ચિમ બંગાળના બાંકુડામાં ટ્રેન દુર્ઘટના, માલગાડીના કુલ 12 ડબ્બા પાટા પરથી ઉતરી પડ્યા
X

પશ્ચિમ બંગાળના બાંકુડામાં ટ્રેન દુર્ઘટના થઈ છે. અહીં ઓંદા સ્ટેશન પર લૂપ લાઈન પર એક માલગાડી ઊભી હતી. આ દરમ્યાન એક બીજી માલગાડી એજ ટ્રેક પર આવી ગઈ અને ટ્રેક પર ઊભેલી માલગાડીને ટક્કર મારી દીધી. આ દુર્ઘટનામાં બંને માલગાડીના કુલ 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગઈ હતી. કહેવાય છે કે, દુર્ઘટનામાં ચાલતી માલગાડીનો ડ્રાઈવર જખ્મી થઈ ગયો હતો.

કહેવાય છે કે, માલગાડી બાંકુરાથી બિષ્ણુપુર જઈ રહી હતી. આ દુર્ઘટનામાં ટ્રેક પર ઊભેલી માલગાડી પાછળના ડબ્બાને સૌથી વધઆરે નુકસાન પહોંચ્યું છે. કહેવાય છે કે, દુર્ઘટના એટલી ભયંકર હતી કે, માલગાડીના ડબ્બા પાટા પરથી અલગ થઈને એકબીજા પર ચડી ગયા હતા. તો વળી આ દુર્ઘટનાની અસર ટ્રેનના પરિચાલન પર પણ પડી છે.

આ દુર્ઘટનાને લઈને પુરુલિયા હાવડા એક્સપ્રેસ રદ કરી દીધું છે. તો વળી કેટલીય ટ્રેન અલગ અલગ અંતરે ઊભી રહી. પોરબંદર સંતરાગાછી એક્સપ્રેસને પુરુલિયા સ્ટેશનથી ચાંડિલ ટાટાનગરના રસ્તે મોકલવામાં આવી રહી છે. કહેવાય છે કે, દુર્ઘટનાના કારણે અમુક ટ્રેન રદ થઈ શકે છે. જો કે, તેને લઈને રેલવેના અધિકારીઓના કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યા નથી.

Next Story