Connect Gujarat
દેશ

દેશની અનોખી સિદ્ધિ: અગ્નિ-5નું સફળ પરીક્ષણ ચીન- પાકિસ્તાન અને આખું એશિયા તેની રેન્જમાં

અગ્નિ-5નું 27 ઓક્ટોબર 2021એ ઓડિશાના ડો. એપીજે અબ્દૂલ કલામ આઈલેન્ડ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આની રેન્જ 5000 કિલોમીટર છે.

દેશની અનોખી સિદ્ધિ: અગ્નિ-5નું સફળ પરીક્ષણ ચીન- પાકિસ્તાન અને આખું એશિયા તેની રેન્જમાં
X

ભારતીય સેનાની શક્તિ મા વધારો થયો છે ભારતની પરમાણું શક્તિ સંપન્ન અંતરમહાદ્વીપીય બૈલિસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું 27 ઓક્ટોબર 2021એ ઓડિશાના ડો. એપીજે અબ્દૂલ કલામ આઈલેન્ડ પર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આની રેન્જ 5000 કિલોમીટર છે.

ભારત સરકારની નીતિ છે કે પહેલા કોઈ હથિયારનો ઉપયોગ નહીં કરે. એનો મતલબ છે કે હાલમાં કરવામાં આવેલ પરીક્ષણ સૈન્ય ક્ષમતા અને શક્તિ વધારવા માટે છે. આ મિસાઈલથી એશિયાના અનેક શહેરો અને નિશાન બનાવી શકાય છે. માણસ લગભગ 6 સેકન્ડમાં એકવાર પાંપણ ઝૂકવે છે એટલી જ વારમાં આ મિસાઈલ લગભગ 50 કિલોમીટર દૂર જતી રહે છે ભારત પહેલા જ આ મિસાઈલનું પરિક્ષણ કરી દીધુ છે. ચીનની નારાજગી એટલા માટે છે કે મિસાઈલની રેન્જમાં તેનો આખો દેશ આવે છે. એવું કોઈ શહેર નથી જે મિસાઈલ હુમલાથી બચી શકે. અગ્નિ-5ને અંતરમહાદ્વીપીય બૈલસ્ટિક મિસાઈલને રક્ષા અનુસંધાન તથા વિકાસ સંગઠન અને ભારત ડાયનેમિક લિમિટેડ મળીને બનાવી છે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપે છે અગ્નિ-5 અંતરમહાદ્વીપ બેલેસ્ટિક મિસાઈલનું વજન 50 હજાર કિલોગ્રામ છે આ 17.5 મીટર લાંબી છે. આનો વ્યાસ 2 મીટર એટલે 6.7 ફીટ છે. તેની પર 1500 કિલોગ્રામ વજનનો પરમાણું હથિયાર લગાવી શકાય છે. આની સ્પીડ 24 ગણી વધારે છે. એટલે કે એક સેકન્ડમાં 8.16 કિલોમીટરનું અંતર કાપે છે. આ 29, 401 કિલોમીટર પ્રતિ કલાકથી દુશ્મન પર હુમલો કરે છે. આમાં રિંગ લેજર ગાયરોસ્કોપ ઇનર્શિયા નેવિગેશન સિસ્ટમ, જીપીએસ, Na vlC સેટેલાઈટ ગાઇડેન્સ સિસ્ટમ લાગેલો છે

Next Story