Connect Gujarat
દેશ

UP:મહંમદ પયગંબર પર વિવાદીત ટિપ્પણી,BJP નેતાની પોલીસે કરી ધરપકડ

કાનપુર હિંસાના પાંચમા દિવસે પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી કર્યા બાદ ભાજપના યુવા વિંગના નેતાની ધરપકડ કરવામાં આવી છે.

UP:મહંમદ પયગંબર પર વિવાદીત ટિપ્પણી,BJP નેતાની પોલીસે કરી ધરપકડ
X

કાનપુર હિંસાના પાંચમા દિવસે પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી કર્યા બાદ ભાજપના યુવા વિંગના નેતાની ધરપકડ કરવામાં આવી છે. આ મામલા પર કર્નલગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાયા બાદ ભાજપ નેતાની ધરપકડ કરવામાં આવી છે.

પૂર્વ જિલ્લા મંત્રી ભાજપ યુવા મોર્ચા કાનપુર હર્ષિત શ્રીવાસ્તવે પયગંબર મહોમ્મદ પર ટિપ્પણી કરવાના મામલે પોલીસે તેની ધરપકડ વ્હોરી છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાય સવાલો કર્યા હતા. આ મામલે પોલીસ એક્શનમાં આવી છે. હિંસા બાદથી સતત માહોલ ગરમાયેલો છે. હર્ષિતની પોસ્ટથી ફરી એક વાર વિવાદ છંછેડાયો છે. કાનપુર પોલીસે હાલમાં જ જિલ્લામાં થયેલી આ અથડામણને લઈને ભાજપ નેતાની ધરપકડ કરી છે. પયગંબર મહોમ્મદ પર વિવાદીત ટિપ્પણી કરવી ભાજપના નેતાઓને ભારે પડી રહ્યું છે. પોલીસ તુરંત એક્શનમાં આવી છે. આઈટી એક્ટ અંતર્ગત બે કેસ નોંધાયા છે. કાનપુરમાં હિંસા ભડકી તે બાદ પોલીસ સતત સોશિયલ મીડિયા પર બાજનજર રાખી રહી છે.

Next Story