Connect Gujarat
દેશ

લાખો લોકોને આપી દેવાઈ કોરોનાની નકલી વેક્સિન, યુપી એસટીએફ કર્યો પર્દાફાશ

દેશમાં કોરોના ની અસલી વેક્સિનની સાથે હવે નકલી વેક્સિનની ધૂમ હોવાનું બહાર આવ્યું છે.

લાખો લોકોને આપી દેવાઈ કોરોનાની નકલી વેક્સિન, યુપી એસટીએફ કર્યો પર્દાફાશ
X

દેશમાં કોરોના ની અસલી વેક્સિનની સાથે હવે નકલી વેક્સિનની ધૂમ હોવાનું બહાર આવ્યું છે. યુપીના વારાણસીમાં કોરોનાની નકલી વેક્સિન વેચતી એક ગેંગનો પર્દાફાશ થતા ખળભળાટ મચ્યો છે. સૌથી મોટી ચોંકાવનારી વાત એ છે કે ખુદ આરોપીઓએ ખુલાસો કર્યો છે કે તેમણે અલગ અલગ રાજ્યોમાં નકલી વેક્સિનનો જથ્થો પહોંચાડ્યો છે તેથી લાખો લોકોને નકલી વેક્સિન મળી હોવાની પણ શંકા છે. આ ઘટના સામે આવતા મોટો ખળભળાટ મચ્યો છે. મહામારીમાં આવી ઘટના સામે આવવાથી સરકાર અને તંત્ર માટે એક નવો પડકાર ઊભો થયો છે

વારાણસીમાં એસટીએફએ નકલી કોરોના વેક્સીન અને કોરોના ટેસ્ટ કિટના વેચાણનો ખુલાસો કર્યો છે. એસટીએફે નકલી કોવિશિલ્ડ અને ઝેડવાય કોવિડનો મોટો જથ્થો મળી આવ્યો છે. દેશમાં આ પહેલીવાર છે જ્યારે નકલી કોરોના રસીનો આવો જથ્થો પકડાયો છે. એસટીએફના એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ વિનોદ સિંહે જણાવ્યું હતું કે, આશરે ચાર કરોડ રૂપિયાનો સામાન મળી આવ્યો છે. પાંચ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. નવી દિલ્હીનો રહેવાસી લક્ષ્ય જાવા સ્થિત કંપની દ્વારા યુપી અને અન્ય રાજ્યોમાં સપ્લાય કરતો હતો.અત્યાર સુધી નકલી વેક્સીનના લાખો ડોઝ વેચ્યા હોવાનો ખુલાસો આરોપીઓએ કરતા નવી ચિંતા ઊભી થઈ છે.

આવી સ્થિતિમાં, લોકોને મોટા પાયે નકલી કોરોના રસી આપવામાં આવી હોવાનો ભય છે. મોટા પાયે નકલી રસી અને નકલી કોવિડ ટેસ્ટિંગ કીટ બનાવવામાં આવી હોવાના ઈનપુટના આધારે એસટીએફ ફિલ્ડ યુનિટ વારાણસી દ્વારા લંકાના રોહિત નગર ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. સિધગિરી બાગના ધનશ્રી કોમ્પ્લેક્ષમાં રહેતા રાકેશ થાવાણી, ચોકના પઠાણી ટોલાના રહેવાસી સંદીપ શર્મા, નવી દિલ્હીના માલવીયા નગરનો રહેવાસી લક્ષ્ય જાવા, બલિયાના રાસરાનો રહેવાસી શમશેર, લહરતારાના બૌલિયાનો રહેવાસી અરુણેશ વિશ્વકર્માની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓ પાસેથી નકલી ટેસ્ટિંગ કિટ, નકલી કોવિશીલ્ડ રસી, નકલી ઝાયકોવ ડી રસી, પેકિંગ મશીન, ખાલી શીશી, સ્વેબ સ્ટીક મળી આવી હતી. પૂછપરછમાં રાકેશ થાવાણીએ જણાવ્યું હતું કે, તે સંદીપ શર્મા, અરુણેશ વિશ્વકર્મા અને શમશેર સાથે મળીને નકલી રસી અને ટેસ્ટિંગ કિટ બનાવતો હતો. નવી દિલ્હીનું લક્ષ્ય જાવાની સપ્લાય કરતું હતું. તે તેના નેટવર્ક દ્વારા વિવિધ રાજ્યોમાં સપ્લાય કરતો હતો.

Next Story