Connect Gujarat
દેશ

વિરોધનો સૂર : તા. 28/29 માર્ચે ફરીવાર બેન્કોની હડતાળ, આર્થિક વ્યવહાર અટવાશે...

બેન્કોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. અગાઉ પણ અનેક વખત બેન્કમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

વિરોધનો સૂર : તા. 28/29 માર્ચે ફરીવાર બેન્કોની હડતાળ, આર્થિક વ્યવહાર અટવાશે...
X

બેન્કોના ખાનગીકરણને લઇને છેલ્લા ઘણા સમયથી વિરોધના સૂર ઉઠી રહ્યા છે. અગાઉ પણ અનેક વખત બેન્કમાં હડતાળ પાડીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે હવે ફરી એકવાર બેન્કના કર્મચારીઓ આક્રમક મૂડમાં જોવા મળશે.

નેશનલાઈઝ બેન્કોના કર્મચારીઓ ફરી એકવાર વિરોધ નોંધાવશે. તા. 28 અને 29 માર્ચ એમ 2 દિવસ નેશનલાઇઝ બેન્કના કર્મચારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ પર ઉતરે તેમ એલાન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2022 માટે 2 સરકારી બેન્કો અને એક વીમા કંપનીનું ખાનગીકરણ કરીને 1.75 લાખ કરોડ રૂપિયા મેળવવાનું લક્ષ્ય રાખ્યું છે. ઓલ ઇન્ડિયા બેન્ક ઓફિસર્સ એસોસિએશન અને બેન્ક એમ્પ્લોયી ફેડરેશન ઑફ ઇન્ડિયા તથા ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પ્લોયી એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. ખાનગીકરણ સામે રાષ્ટ્રીયકૃત બેન્ક હડતાળ કરવા જઇ રહી છે.

તા. 28 અને 29 માર્ચ એમ 2 દિવસ બેન્કના કર્મચારીઓ હડતાળ પર ઉતરશે, વળી પાછુ તા. 26 અને 27 માર્ચે શનિ અને રવિવાર આવતો હોવાથી બેન્કમાં રજા જ હશે. એટલે કે, કુલ 4 દિવસ બેન્કોનું કામકાજ બંધ રહેતા કરોડોના વ્યવહાર અસર પહોંચશે. તા. 28 અને 29 માર્ચે નેશનલાઈઝ બેન્કના કર્મીઓની હડતાળને ગુજરાત બેન્ક વર્કર યુનિયન દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. સુરતની નેશનલાઈઝ બેન્કો પણ આ બન્ને દિવસે હડતાળ પાડશે. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેન્ક, મહારાષ્ટ્ર બેન્ક, અલ્હાબાદ બેન્ક જેવી રાષ્ટ્રીયકૃત બેન્કો બંધ રહેતા ખાતેદારોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવશે.

Next Story