Connect Gujarat
દેશ

વિશ્વ પર્યાવરણ દિવસ: આજે PM મોદી 'માટી બચાવો આંદોલન' સંબંધિત કાર્યક્રમમાં લેશે ભાગ

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિજ્ઞાન ભવન ખાતે 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં હાજરી આપશે.

વિશ્વ પર્યાવરણ દિવસ: આજે PM મોદી માટી બચાવો આંદોલન સંબંધિત કાર્યક્રમમાં લેશે ભાગ
X

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે વિજ્ઞાન ભવન ખાતે 'માટી બચાવો આંદોલન' કાર્યક્રમમાં હાજરી આપશે. વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા શનિવારે જારી કરાયેલા નિવેદન અનુસાર, 'સેવ સોઇલ આંદોલન' એક વૈશ્વિક પહેલ છે. તેનો ઉદ્દેશ લોકોને જમીનના બગડતા સ્વાસ્થ્ય વિશે જાગૃત કરવાનો અને તેને સુધારવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવાનો છે.

નિવેદન અનુસાર, 'માટી બચાવો આંદોલન' આ વર્ષે માર્ચમાં સદ્ગુરુ જગ્ગી વાસુદેવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેઓ 27 દેશોમાંથી પસાર થતી 100 દિવસની મોટરસાઇકલ યાત્રા પર છે. 5 જૂન, 2022 તેમની મુલાકાતનો 75મો દિવસ હશે. કાર્યક્રમમાં મોદીની સહભાગિતા ભારતમાં જમીનના સ્વાસ્થ્યને સુધારવા માટે સહિયારી ચિંતાઓ અને પ્રતિબદ્ધતાઓને પ્રતિબિંબિત કરશે.

Next Story