Connect Gujarat
દેશ

ઝાયડસ ફાર્માએ પોતાના ત્રણ ડોઝવાળી કોરોના વૈક્સિન ઝાયકોવ-ડીની સરકારને સપ્લાય શરૂ કરી,વાંચો શું છે વેક્સિનની વિશેષતા

દવા કંપની ઝાયડસ ફાર્માએ પોતાના ત્રણ ડોઝવાળી કોરોના વૈક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D) ની સપ્લાઈ સરકારને શરૂ કરી દીધી છે.

ઝાયડસ ફાર્માએ પોતાના ત્રણ ડોઝવાળી કોરોના વૈક્સિન ઝાયકોવ-ડીની સરકારને સપ્લાય શરૂ કરી,વાંચો શું છે વેક્સિનની વિશેષતા
X

દવા કંપની ઝાયડસ ફાર્માએ પોતાના ત્રણ ડોઝવાળી કોરોના વૈક્સિન ઝાયકોવ-ડી (ZyCoV-D) ની સપ્લાઈ સરકારને શરૂ કરી દીધી છે. ઝાયકોવ ડી સોય વગર આપવામાં આવશે. તેનાથી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને તે સરળતાથી લગાવી શકાશે. આ ઈંજેક્ટર દ્વારા આપવામાં આવશે. દુખાવો ના બરાબર થશે. આ 12થી 18 વર્ષના બાળકોની સાથે સાથે મોટેરાઓને પણ લગાવી શકાશે.

બુધવારે કંપની દ્વારા જાહેર કરવામા આવેલા નિવેદનમાં કહેવાયું છે તે પોતાની ત્રણ ડોઝવાળી વેક્સિન બજારમાં ઉપલબ્ધ કરાવાની યોજના બનાવી રહ્યા છે. ઝાયકોવ ડી વેક્સિનની સૌથી ખાસ વાત એ છે કે, તે દુનિયાની પ્રથમ પ્લાઝમિડ વેક્સિન હશે. દેશમાં લગાવામા આવી રહેલી કોરોનાની બાકી વેક્સિનથી અલગ ઝાયકોવ ડીના ત્રણ ડોઝ આપવાની જરૂર રહેશે. દેશમાં હાલ 15થી 18 વર્ષ સુધી કિશોરોને ભારત બાયોટેકની કોવાક્સિન આપવામાં આવી રહી છે. હવે ઝાયકોવ ડી બાળકો માટે બીજી વેક્સિન લાવશે. અત્યાર 12થી 18 વર્ષ સુધીના કિશોરે પણ રસી લગાવી શકશે. દુનિયાભરમાં આરએનએ વેક્સિનની હાજરી સૌથી વધારે છે. તો વળી ઝાયડસ કૈડિલાની આ વૈક્સિન વિશ્વની પ્રથમ ડીએનએ આધારિત વૈક્સિન છે.

Next Story