Connect Gujarat
Featured

IPL2020 : અમ્પાયરના ખોટા નિર્ણયથી હાર્યું કિંગ્સ ઇલેવન પંજાબ?, અમ્પાયરના નિર્ણયથી વિવાદ

IPL2020 : અમ્પાયરના ખોટા નિર્ણયથી હાર્યું કિંગ્સ ઇલેવન પંજાબ?, અમ્પાયરના નિર્ણયથી વિવાદ
X

ટીવી રિપ્લે જોતાં જણાય છે કે, અમ્પાયર નીતિન મેનનનો નિર્ણય ખોટો હતો, જોર્ડન દોડીને ક્રીઝને પાર કરી ગયો હતો. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર અમ્પાયરના નિર્ણય અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી.

આઈપીએલ 2020 ની તેની પહેલી મેચમાં દિલ્હી કેપિટિલે કિંગ્સ ઇલેવન પંજાબને સુપર ઓવરમાં હરાવી હતી. ઔસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસ અને ઝડપી બોલર કગીસો રબાડા વિજયના હીરો હતા. પંજાબના બેટ્સમેન મયંક અગ્રવાલે 60 બોલમાં 89 રનની સુંદર ઇનિંગ્સ રમી હતી અને એક સમયે પંજાબ વિજયની ટોચ પર પહોંચ્યું હતું. જો કે, સ્ટોઇનિસે છેલ્લી ઓવરમાં 13 રનનો બચાવ કરતાં, મયંક અગ્રવાલ અને ક્રિસ જોર્ડનને અંતિમ બે દડામાં આઉટ કર્યો હતો. જેના કારણે મેચ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવી હતી.

જો કે, પંજાબની હારમાં અમ્પાયર નીતિન મેનન દ્વારા કરવામાં આવેલા ખોટા નિર્ણયનો પણ ફાળો રહ્યો છે. મેચની 19 મી ઓવરમાં કગિસો રબાડા બોલિંગ કરવા આવ્યો હતો. મયંક અગ્રવાલે તેના પહેલા બોલ પર ચોગ્ગા ફટકાર્યા હતા. ત્રીજા બોલ રબાડાએ યોર્કર કર્યો હતો જે અગરવાલે એક્સ્ટ્રા કવર એરિયામાં રમ્યો હતો. તેમની સાથે રમી રહેલા ક્રિસ જોર્ડનને ડેન્જર એન્ડ પર પહોંચવાનું હતું. બંને બેટ્સમેનોએ દોડીને બે રન પૂરા કર્યા હતા. જોકે સ્ક્વેર લેગ પર ઊભા રહેલા અમ્પાયર નીતિન મેનને તેને 'શોર્ટ રન' ગણાવ્યો હતો. એટલે કે બેટ્સમેન ક્રીઝ પર પહોંચ્યા વિના બીજા રન માટે દોડ્યો હતો. અમ્પાયરના જણાવ્યા મુજબ જોર્ડન વિકેટકીપરના અંતમાં પોતાનો બેટ ક્રિઝ પાર કરી શક્યો ન હતો અને તે બીજા રન માટે દોડી ગયો હતો.

ટીવી રિપ્લે જોતાં બતાવે છે કે અમ્પાયર નીતિન મેનનનો નિર્ણય ખોટો હતો, જોર્ડન દોડીને ક્રીઝને પાર કરી ગયો હતો. ત્યારબાદથી સોશિયલ મીડિયા પર અમ્પાયરના નિર્ણય અંગે ચર્ચાઓ શરૂ થઈ હતી. ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન રહી ચૂકેલા વીરેન્દ્ર સેહવાગે ટ્વીટ કર્યું હતું કે, હું મેન ઓફ ધ મેચની પસંદગી સાથે સહમત નથી.જે અમ્પાયરે શોર્ટ રન આપ્યો તેમને મેન ઓફ ધ મેચ મળવો જોઇએ. કોઈ શોર્ટ રન ન હતો. અને અંતમાં તેના કારણે જ અંતર પડ્યું.

ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાયરીસે ટ્વીટ કર્યું હતું કે, આજના આઈપીએલ મેચમાં એક રન ટૂંકાવી લેવાનો નિર્ણય ખૂબ ખરાબ હતો. જો કે, જો તમને છેલ્લા બે બોલમાં એક રન જોઈએ છે અને તમે જીતી શકતા નથી, તો પછી તમે તમારી જાતને દોષી ઠેરવી શકો છો.

Next Story