Connect Gujarat
ગુજરાત

જામનગર: વરસાદની શરૂઆત થતાં શહેરીજનો ખુશખુશાલ

જામનગર: વરસાદની શરૂઆત થતાં શહેરીજનો ખુશખુશાલ
X

જામનગર માં ગત વર્ષે પણ ઓછો વરસાદ હતો અને આ વર્ષે પણ વરસાદ ની શરૂઆત ઘણી મોડી થઈ છે ત્યારે ગઇકાલ મોડીરાત થી જામનગર ની વરસાદ ની શરૂઆત થઈ ચૂકી છે વરસાદ ના આગમન ના પગલે શહેરીજનો ખુશખુશાલ જોવા મળ્યા હતા

જામનગર માં ગત વર્ષે પણ ઓછો વરસાદ હતો ત્યારે આ વર્ષે જામનગર માં વરસાદ નું આગમન ઘણું મોડુ થયું છે ગઈકાલ મોડીરાત થી જામનગર શહેર અને જિલ્લા માં વરસાદ ની શરૂઆત થઈ છે ત્યારે જામનગર માં 2 ઇંચ, ધ્રોલ માં 5 ઇંચ, જોડિયા 2.5 અને કાલાવડ માં 1 ઇંચ વરસાદ નોંધાયો છે મોડીરાત્રિ થી વરસાદ ની શરૂઆત ના પગલે શહેર માં ઠેર ઠેર પાણી ભરાવા ના બનાવો બન્યા છે રોડ રસ્તા પર પાણી ભરાવા ના કારણે વાહનચાલકો ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો શહેર મધ્યે આવેલા લાખોટા તળાવે આજે વહેલી સવાર થી જ શહેરીજનો વરસાદ ની મોજ માણવા આવી પહોંચ્યા હતા અને આ વર્ષે શહેર ને પૂરતો વરસાદ મળી રહે પીવાનું પાણી તેમજ ખેડૂતો ને પૂરતું પાણી મળી રહે તેવી આશા સેવી રહ્યા છે.

Next Story