જામનગર : ચકચારી બીટકોઇન કેસમાં નિશા ગોંડલિયાને મળી ધમકી

ગુજરાતમાં ચકચારી બીટ કોઇન મામલે જામનગરમાં ચર્ચામાં આવેલી નિશા ગોંડલિયાએ કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવ્યા બાદ તેને ધમકી મળી છે. અજાણ્યા બાઇક સવારે તેની કાર આંતરીને રીવોલ્વર બતાવીને ધમકી આપી હોવાની ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે.
બીટ કોઇન મામલામાં જામનગરની નિશા ગોંડલીયાએ પત્રકાર પરિષદ પણ યોજી ચોંકાવનારા ખુલાસા કર્યા હતાં. અને ત્યારબાદ આ સમગ્ર કૌભાંડ મામલે જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ વિરૂદ્ધ બિટકોઇન મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ નોંધાવ્યા બાદ પણ પોલીસ દ્વારા કોઇ નક્કર કાર્યવાહી જયેશ પટેલ વિરુદ્ધ ન કરાતા તેણે ગાંધીનગર તેમજ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી હતી. ગત રાત્રીના સમયે તે જામનગર શહેરના વાલ્કેશ્વરી વિસ્તારમાં સારવાર લેવા જઈ રહી હતી એ સમયે એક હેલ્મેટ પહેરેલા બાઇક ચાલકે તેનો પીછો કર્યો હતો.અને જ્યારે નિશા ગોંડલિયા સારવાર લઈ પોતાની કારમાં ઘરે પરત જવા નીકળતી હતી...એ સમયે બાઇકચાલકે તેને કારના કાચ પાસે બાઈક ઊભી રાખી અને રિવોલવર બતાવી તેને જાનથી મારી નાખવાની ધમકી આપી. હતી. તેના જણાવ્યા મુજબ હોસ્પિટલનો સ્ટાફ અને અન્ય લોકો તાત્કાલિક દોડી આવ્યા તેમજ એક કાર પાછળ થી આવી જેથી બાઈક ચાલક ઘટના સ્થળેથી તાત્કાલિક ફરાર થઈ ગયો હતો.