જંબુસરના વેડચ પોલીસ મથકનો ASI ઝડપાયો રૂપિયા ૧૦૦૦ની લાંચ લેતા!

જંબુસરના વેડચ પોલીસ મથકનો ASI ઝડપાયો રૂપિયા ૧૦૦૦ની લાંચ લેતા!
New Update

પોલીસ મથકમાં લીધી લાંચ અને થઈ જેલ,લાંચીયા કર્મચાર્રીઓમાં ફફડાટ

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા ના વેડચ પોલીસ મથકમાં સારોદ આઉટ પોસ્ટમાં ફરજ બજાવતા ASI મોહન મીઠા પરમાર બ.નં. ૧૧૬૧ને રૂપિયા એક હજારની લાંચ લેતાં ભરૂચ એસીબીની ટીમે વેડચ પોલીસ મથકમાં જ ઝડપી પાડતા ભારે ખળભળાટ વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત વિગત અનુસાર જંબુસર તાલુકાના વેડચ પોલીસ મથકમાં ફરજ બજાવતા ASI એક જાગૃત મહીલા વિરુદ્ધની અરજી બાબતે મહીલાને જેલમાં નહીં પુરવા તથા અરજીનો નિકાલ કરવા માટે રૂપિયા બે હજાર માગ્યા હતા. પરંતુ છેલ્લે રૂપિયા એક હજાર નક્કી થતા તે રકમ, વેડચ પોલીસ મથકમાં જ ફરજ દરમિયાન આ ASIએ લાંચ પેટે સ્વીકારતા તે એ.સી.બીના હાથે રંગે હાથ ઝડપાઈ ગયા હતા. ભરૂચ એ.સી.બી. ટીમે આ લાંચીયા પોલીસકર્મી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

#News #Connect Gujarat #Gujarati News #ભરૂચ #Bharuch #Gujarat #Jambusar #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article