Connect Gujarat
Featured

જામનગર: વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી,જુઓ શું યોજાયો કાર્યક્રમ

જામનગર: વિશ્વ વેટલેન્ડ દિવસની ઉજવણી,જુઓ શું યોજાયો કાર્યક્રમ
X

આજે બીજી ફેબ્રુઆરીના રોજ વિશ્વ વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે. ઈરાનમાં ૨ફેબ્રુઆરી, ૧૯૭૧ના રોજ રામસર કન્વેન્સન ઓફ વેટલેન્ડનું આયોજન થયું હતું ત્યારે જામનગરમાં પણ બર્ડ વોચિંગ ગ્રૂપ દ્વારા વેટલેંડ અંગેની માહિતી આપી દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી

તારીખ 2જી ફેબ્રુઆરી 1971ના રોજ રામસર કન્વેન્સન ઓફ વેટલેન્ડનું આયોજન થયું હતું ત્યારથી વેટલેન્ડ દિવસ ઉજવવામાં આવે છે ત્યારે વિશ્વ વેટલેંડ દિવસ નિમિતે લાખોટા નેચર ક્લબ જામનગર અને ભારતી વિદ્યાપીઠ ઇન્સ્ટીટ્યુટ ઓફ એન્વાયરમેંટ પુણે દ્વારા વેટલેંડ એજ્યુકેશન અને બર્ડ ઓબ્ઝર્વેશન માટેના કાર્યક્રમનું આયોજન કરી વેટલેન્ડ ડે ની ઉજવણી કરી હતી લાખોટા તળાવે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને વેટલેન્ડ અંગે ની સંપૂર્ણ માહિતી લોકોને આપવામાં આવી હતી વેટલેન્ડ નું ખૂબ જ મહત્વ છે સમગ્ર પ્રાણી અને મનુષ્ય જાતિ તેના પર નભે છે શિયાળા માં જામનગરમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ અંહીના વેટલેન્ડ પર આવે છે જામનગર માં લખોટા તળાવ, લહેર તળાવ, ઢીંચડા તળાવ, ખીજડીયા ઉપરાંત નારારા ટાપુ અને પીરોટન ટાપુ જેવા વેટલેન્ડ આવેલા છે અને આ વેટલેન્ડ પર મોટી સંખ્યા માં વિદેશી પક્ષીઓ આવે છે અને ત્રણ થી ચાર મહિના વસવાટ કરી પોતાના વતન પરત ફરે છે તેમજ જળ સ્તર નીચું ઉતરે છે યારે આ પ્રકાર ના વેટલેન્ડ ના કારણે જળ સ્તર પણ જળવાઈ રહે છે લોકોની વસ્તી સામે પાણીનો ઉપયોગ વધુ પ્રમાણમાં થાય છે માટે વેટલેન્ડ બચાવવા ખૂબ જ જરૂરી છે

Next Story