જામનગર : એક્સ આર્મી મેને મજૂર પર કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

જામનગરમાં એક્સ આર્મી મેન દ્વારા પરપ્રાંતીય યુવાન પર ફાયરિંગ કરતાં જામનગરના જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી ઇજાગ્રસ્ત યુવાનને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
જામનગરના
પટેલ રણજીતસાગર રોડ પર ભોલે પંજાબી રેસ્ટોરન્ટ પાસે ખાનગી ફાયરિંગની ઘટના બનતા
જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનામાં કોઈ કારણોસર એક્સ આર્મી મેન વલ્લભ બગડએ એર ગનમાંથી બે રાઉન્ડ
ફાયર કરી મજૂરી
કામ કરતો એક યુવાન દીવાન ટેટીયા નામના પરપ્રાંતીય
યુવાનને માથા અને છાતીના ભાગે ફાયર કરી ઇજા પહોંચાડી હતી.
સમગ્ર ઘટનામાં ઇજાગ્રસ્ત પરપ્રાંતીય યુવાનને તાત્કાલિક શહેરની ગુરુ ગોવિંદસિંઘ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરતા એક્સ આર્મી મેનની શોધખોળ શરૂ કરી હતી.