Connect Gujarat
Featured

જામનગર : ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીને 6 માસની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ

જામનગર : ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીને 6 માસની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ
X

કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં અને જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલ સહીત પાંચ આરોપીઓને 2007માં હોસ્પિટલમાં તોડફોડ કરવાના ગુનામાં ધ્રોલની અદાલતે 6 મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. કોર્ટના ચુકાદા બાદ જામનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

રાજયમાં આઠ વિધાનસભા બેઠકોનો ધમધમાટ ચાલી રહયો છે તેવામાં ધ્રોલની અદાલતના ચુકાદાએ રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલને કોર્ટે એક કેસમાં છ મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 2007માં હોસ્પિટલમાં તોડફોડ કરવાના મામલે રાઘવજી પટેલ સહિત અન્ય આરોપીઓ સામે કેસ નોંધાયો હતો. આ કેસ ધ્રોલની કોર્ટમાં ચાલી જતાં મંગળવારે ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. ધારાસભ્ય રાઘવજી પટેલ સહિત પાંચ આરોપીઓને કેસમાં દોષી ઠેરવવામાં આવ્યાં છે. તમામ આરોપીઓને છ મહિનાની કેદ અને 10 હજાર રૂપિયાના દંડની સજા કરવામાં આવી છે. ધારાસભ્યને સજા થયા બાદ જામનગરના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

Next Story