/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/Untitled-1-copy.JPG-4-1.jpg)
ત્રણબતી, રણજીત રોડ પર દરોડા પાડી નોનવેજ, વાસી ખોરાક અને સોસનો નાશ કરાયો હતો
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરના ત્રણબતી અને રણજીતરોડ પર આવેલી વેજીટેબલ, નોન વેજ રેસ્ટોરન્ટ તેમજ હોલસેલ પ્રોવીઝન સ્ટોરના વેપારીઓની દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતાં. જ્યાં તપાસ કરતાં વાસી ખોરાકનો જથ્થો મળી આવતાં 100 થી વધુ કીલોનો અખાદ્ય ખોરાકનો સ્થળ પર જ નાશ કરી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા ત્રણબતી વિસ્તારમાં આવેલી નોનવેજ રેસ્ટોરન્ટ કાફે પેરોડાઇઝમાંથી 10 કીલો નોનવેજ ખોરાક જેમાં પાંચ કીલો સોસ અને પાંચ કીલો નોનવેજ અખાદ્ય સામગ્રી કબજે કરી હતી. જ્યારે રણજીતરોડ પર આવેલી બાજરિયા બ્રધર્સ નામની પ્રોવીઝન સ્ટોરમાંથી લેબલ વગરની ચટણી અને સોસ મળી અંદાજે 100 કીલોનો જથ્થો સ્થળ પર નાશ કર્યો હતો. તપાસ અર્થે સેમ્પલ પણ એકત્ર કરવામાં આવ્યા હતાં.
રણજીત રોડ અને ત્રણબતી વિસ્તારમાં આરોગ્ય વિભાગના દરોડાથી વ્યપારી અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ મચી જવા પામ્યો હતો. આ કામગીરી ફૂડ ઇન્સ્પેક્ટર પી.એસ.ઓડેદરા, જાસોલિયા અને દશરથસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી. જનઆરોગ્ય સાથે ચેડા કરતા વેપારીઓ દંડાતા લોકોમાં પણ આ કામગીરીને આવકાર મળ્યો હતો.