Connect Gujarat
Featured

જામનગર : મહિલા મિત્રના નગ્ન વિડીયો અન્ય 4 લોકોએ કર્યા વાયરલ, જુઓ બદલો લેવાની ભાવનાથી શખ્સ શેના રવાડે ચઢી ગયો..!

જામનગર : મહિલા મિત્રના નગ્ન વિડીયો અન્ય 4 લોકોએ કર્યા વાયરલ, જુઓ બદલો લેવાની ભાવનાથી શખ્સ શેના રવાડે ચઢી ગયો..!
X

જામનગર શહેરમાંથી લેપટોપ ચોરી કરતો એક શખ્સ ઝડપાયો છે. આ શખ્સે દેશભરમાંથી 500 જેટલા લેપટોપ ચોરી કર્યા છે. જોકે આ શખ્સ પ્લેનમાં મુસાફરી કરતો અને ખાસ ઇન્ટરનેટના માધ્યમથી માહિતી મેળવી અને પોતાનો બદલો લેવાની ભાવનાથી માત્ર મેડિકલ કેમ્પસમાં તબીબોના જ લેપટોપ ચોરી કરતો હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજના પીજી હોસ્ટેલમાંથી તાજેતરમાં જ 6 જેટલા લેપટોપની ચોરી થઈ હતી. જેમાં એક શખ્સને પોલીસે ઝડપી તેની વધુ પૂછપરછ કરતાં દેશભરમાંથી 500થી વધુ લેપટોપ ચોરી કર્યા હોવાનો ભેદ ઉકેલાતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. 5 વર્ષના સમયગાળામાં આ શખ્સે 40થી વધુ હોસ્ટેલમાંથી લેપટોપની ચોરી કર્યાની કબૂલાત આપી છે. જેની સઘન પૂછપરછ કરતાં આરોપી રાજ્યભરમાં ચોરી કરવા જાય તે સમયે લકઝરિયર્સ કહી શકાય તેવી ટ્રેન અને ફ્લાઇટમાં મુસાફરી કરતો હોવાનું પણ સામે આવ્યું છે. આ અંગે વધુ તપાસ કરતાં શખ્સ ચેન્નઈ અભ્યાસ કરતો હતો, ત્યારે મેડિકલ કોલેજના અન્ય 4 સ્ટુડન્ટોએ તેની મહિલા મિત્રના સ્પાય કેમેરાથી ન્યુડ વિડીયો વાયરલ કર્યા હતા, ત્યારે આ શખ્સે રોષે ભરાઈ બદલો લેવાની ભાવનાથી મેડિકલ કોલેજને જ નિશાન બનાવતો હતો. જેમાં આ શખ્સ સ્થળ પર આવ્યા પહેલા ગૂગલથી જે મેડિકલ કોલેજનો પૂરો ઇતિહાસ જાણી લેતો અને ત્યારબાદ ચોરી કરવા માટે પ્લાનિંગ કરતો હતો, જ્યારે આ શખ્સ ચોરી કરવા આવતો ત્યારે તે ફક્ત લેપટોપની જ ચોરી કરતો હતો. ઉપરાંત ચોરી કરેલા લેપટોપ દિલ્હી અને ફરિદાબાદમાં રિટેલ વેપારીઓને વેચવા આપતો હતો. સમગ્ર મામલે હાલ તો જામનગર પોલીસે આ શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story