Connect Gujarat
ગુજરાત

જામનગર : “નિષ્ફળ પાકની હોળી”, સરકાર વિરુદ્ધ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ

જામનગર : “નિષ્ફળ પાકની હોળી”, સરકાર વિરુદ્ધ ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ
X

જામનગર

નજીક આવેલા આમરા ગામે ખેડૂતોએ કમોસમી વરસાદના કારણે નિષ્ફળ થયેલા પાકની હોળી કરી સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. નિષ્ફળ પાકનો

સર્વે કરી 100 ટકા પાક

વીમો આપવા માટેની ઉગ્ર માંગ પણ કરી હતી.

છેલ્લા

ત્રણ દિવસમાં વરસેલા કમોસમી

વરસાદના કારણે ધરતીપુત્રોને ખેતીમાં ભારે નુકશાની ભોગવવી પડી છે, ત્યારે

જામનગર નજીક આવેલા આમરા ગામે આજુબાજુના 7 ગામના 200 જેટલા ખેડૂતોએ એક સાથે

મળીને પાકની હોળી કરી હતી. કમોસમી

વરસાદ અને ભારે પવનના કારણે થયેલી નુકશાની સામે પાકની હોળી કરી સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

આમરા ગામનું એક હજાર વીઘા વાવેતર અને આજુબાજુના બેડ, વસઇ, જીવાપર, દોઢિયાં, ગાદુકા, બાલંભડી ગામમાં મુખ્યત્વે મગફળી, કપાસ, એરંડા અને તલના હજારો વીઘા વાવેતરમાં 100 ટકા નુકશાન થયું છે. જેને પગલે આમરા ગામના પાદરમાં ખેડૂતોએ ભેગા મળી પાકની હોળી કરી સરકાર વિરુધ્ધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નિષ્ફળ ગયેલા પાકનો 100 ટકા વીમો આપવાની ઉગ્ર માંગ કરી હતી.

Next Story