Connect Gujarat
ગુજરાત

રાજકોટ : ધ્રોલના યુવાનની રાજસ્થાનના શાર્પશુટરોએ જાહેરમાં ગોળી મારી કરી હત્યા

રાજકોટ :  ધ્રોલના યુવાનની  રાજસ્થાનના શાર્પશુટરોએ જાહેરમાં ગોળી મારી કરી હત્યા
X

જામનગર

જિલ્લાના ધ્રોલના ત્રિકોણબાગ વિસ્તારમાં યુવાનની જાહેરમાં ગોળી મારી હત્યા કરવાના

મામલામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. ટોલનાકાના કોન્ટ્રાકટ તથા જમીનના

ઝગડામાં મૃતકની સોપારી આપી હત્યા કરાવવામાં આવી હોવાનો ખુલાસો પોલીસ તપાસમાં થયો

છે.

ધ્રોલ

શહેરમાં રહેતાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવુભા જાડેજા ત્રિકોણબાગ નજીક કારમાં બેસવા જઇ

રહયાં હતાં ત્યારે બે યુવાનોએ આવી તેમની ગોળી મારી હત્યા કરી નાંખી હતી. બનાવ બાદ

સમગ્ર રાજકોટ રેંજમાં નાકાબંધી કરવામાં આવી હતી. જેમાં ટંકારા પાસે શંકાસ્પદ કારને

રોકવામાં આવતાં કારચાલકે પોલીસ ટીમને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે આ

કારમાં રહેલા બંન્ને શખ્સો અનિરુધ્ધસિંહ સોઢા અને મુસ્તાક પઠાણને ઝડપી પાડ્યા

હતા.તેમણે હત્યાની કબૂલાત કરી હતી જ્યારે તેની સાથે રહેલા બે શાર્પશૂટરો સોનુ અને

બબલુ રસ્તામાં ઉતરી ગયા હોવાનું સામે આવ્યુ હતુ.પોલીસે બંન્ને શખ્સોને પકડીને

કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...જ્યારે હથિયારોની સપ્લાય કરનાર હરિયાણાના પલવલના

રહેવાસી અજીત ઠાકુરને હરિયાણા પોલીસને માહિતી આપી પકડી પાડેલ છે જેનો કબ્જો લેવા

ટીમને હરિયાણા મોકલી આપવામાં આવી છે.

કહેવાય છે

કે દુશ્મનના દુશ્મનો દોસ્ત બની જતા હોય છે તેમ દિવ્યરાજસિંહ સાથે અણ બનાવ બનેલા

ઓમદેવસિંહ પણ અનિરુધ્ધસિંહ સાથે હત્યાના કાવતરામાં જોડાયા હતા. ઓમદેવસિંહ અને

અનિરુધ્ધસિંહ વચ્ચે જમીનનો તથા ટોલનાકાના કોન્ટ્રાકટનો વિવાદ ચાલતો હતો જે હત્યાનું કારણ બન્યો

હતો.બંન્ને શાર્પશૂટરોને પકડવા માટે રાજસ્થાન તરફ તપાસ તેજ કરી છે,તો ધ્રોલના જ રહેવાસી ઓમદેવસિંહ અને નરેન્દ્રસિંહને પકડવા માટે

અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે.

Next Story