Connect Gujarat
દેશ

ઝારખંડ : નવા મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેને લીધા શપથ, વિપક્ષે કર્યું શકિત પ્રદર્શન

ઝારખંડ : નવા મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેને લીધા શપથ, વિપક્ષે કર્યું શકિત પ્રદર્શન
X

રાંચીના મોરહાબાદી મેદાનમાં યોજાયો શપથગ્રહણ સમારંભ

ઝારખંડના નવા મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેને રાંચીના

મોરહાબાદી મેદાનમાં શપથ લીધા હતા. રાજ્યપાલ દ્રોપદી મુરમુએ શપથ ગ્રહણ કરાવ્યા હતા.

સીએમ સાથે કોંગ્રેસના બે અને આરજેડીના એક ધારાસભ્યએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા

હતા. શપથ ગ્રહણ સમારોહમાં વિપક્ષે શકિત પ્રદર્શન કર્યું હતું.

ઝારખંડ મુક્તિ મોરચાના નેતા હેમંત સોરેનએ ઝારખંડના ૧૧માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોત, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, આરજેડી નેતા તેજશ્વી યાદવ, આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ, ડીએમકે નેતા એમ કે સ્ટાલિન અને સીતારામ યેચુરી સહિત ડાબેરીઓના અનેક નેતાઓએ રાંચીના મોરહાબાદી મેદાનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી. ઝારખંડના રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ હેમંત સોરેનને મુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા હતા. તેમની સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ રામેશ્વર ઉરાંવ, કોંગ્રેસના ધારાસભ્ય દળના નેતા આલમગીર આલમ અને આરજેડીના ધારાસભ્ય સત્યાનંદ ભોક્તાએ પણ મંત્રી પદના શપથ લીધા હતા.ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં 81 બેઠકોમાં થી ઝારખંડ મુક્તિ મોરચાની આગેવાનીવાળી જેએમએમ-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધને 47 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી હતી. ચૂંટણીમાં મુખ્યમંત્રી રઘુવરદાસ અને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા પણ ચૂંટણી હારી ગયા અને ભાજપને માત્ર 25 બેઠકો મળી હતી.

Next Story