Connect Gujarat
Featured

જુનાગઢ : ભેસાણના ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું ચણાનું વાવેતર, જુઓ માત્ર 600થી 700 રૂ. ભાવ મળતા ખેડૂતોએ શું કર્યું..!

જુનાગઢ : ભેસાણના ખેડૂતોએ મોટા પ્રમાણમાં કર્યું હતું ચણાનું વાવેતર, જુઓ માત્ર 600થી 700 રૂ. ભાવ મળતા ખેડૂતોએ શું કર્યું..!
X

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ ખૂબ જ મોટા પ્રમાણમાં રવિ પાક ચણાનું વાવેતર કર્યું હતું. જોકે ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ખાતે ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે તેવી સ્થાનિક ખેડૂતોએ માંગણી કરી રહ્યા છે.

ભેસાણ તાલુકામાં ખેડૂતોએ 5300 હેકટરમાં ચણાનું વાવેતર કર્યું હતું. જોકે તાલુકાના 42 જેટલા ગામમાં ચોમાસા દરમ્યાન 200 ટકા વરસાદ વરસ્યો હતો. જેથી પાણીની ખૂબ સારી સવલત થઈ જવા પામી હતી, ત્યારે ચણાના બજારમાં ખૂબ સારી આવક થવાની ભીતિ સાથે ખેડૂતોએ મણના 1400થી 1600 રૂપિયા સુધી ચણાના મોંઘાડાટ બિયારણ લઈ પોતાના ખેતરમાં દવા, ખાતર અને મજૂરી ચઢાવી ચણાનો પાક તૈયાર કર્યો હતો. જોકે હાલ બજારમાં 600થી 700 રૂપિયાનો મળતો ભાવ ખેડૂતોને પોસાય તેમ નથી. જેથી ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકાર દ્વારા મણના 1050 રૂપિયાના ભાવથી ખરીદી કરવામાં આવે તેથી ખેડૂતોને પૂરતા ભાવો મળી રહે તેમ છે, ત્યારે ઓનલાઈન ખરીદી કરી ખેડૂતોના ખાતામાં નાણાં સીધા જમા થાય તેવું પણ સરકાર દ્વારા આયોજન કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

Next Story