Connect Gujarat
Featured

જુનાગઢ: કોંગ્રેસના પ્રચાર દરમ્યાન ડી.જે.વગાડવા બાબતે થઈ બબાલ, જુઓ ભાજપના કાર્યકરોએ શું કર્યું

જુનાગઢ: કોંગ્રેસના પ્રચાર દરમ્યાન ડી.જે.વગાડવા બાબતે થઈ બબાલ, જુઓ ભાજપના કાર્યકરોએ શું કર્યું
X

જૂનાગઢ મહાનગર પાલિકાની બે વોર્ડની પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કર્યો હતો આ મામલામાં પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરનીકાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢ મહાનગર પાલિકાના બે વોર્ડની પેટા ચૂંટણી આગામી તારીખ 21 ના રોજ યોજાવાની છે ત્યારે વોર્ડ નં 15ના કોંગ્રેસના કાર્યકરો દ્વારા ખાડિયા વિસ્તારમાં પ્રચાર કરવા જતા સમયે ભાજપના ચાર કાર્યકરો દ્વારા કોંગ્રેસના કાર્યકરો પર સોડા બાટલીના ઘા કરી હુમલો કરવામાં આવ્યો હતો કોંગ્રેસ પ્રચાર કરવા નિકળી ત્યારે પોલીસનો કાફલો પણ તેમની સાથે પ્રોટેક્શનમાં હતો પરંતુ પોલીસને પણ ભાજપના કાર્યકરો દ્વારા ધકો મારી દેવામાં આવ્યો હોવાની પણ વાત સામે આવી છે.

ખાડિયા વિસ્તારમાં ભાજપના કાર્યકરો કોંગ્રેસનો પ્રચાર બંધ કરાવવા જતાં આ સમગ્ર ઘટના સર્જાઈ હતી. કોંગ્રેસ દ્વારા ડીજે વગાડી અને પ્રચાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે ભાજપના કાર્યકરો દ્વારા ડીજે બંધ કરવાની બાબતે બબાલ થઈ હતી આને કોંગ્રેસ દ્વારા ડીજે બંધ ન કરાતા ભાજપના કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા ને હુમલો કર્યો હતો.બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ને હુમલો કરનાર 2 લોકોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story