Connect Gujarat
Featured

જુનાગઢ : ગર્ભ ધારણ કર્યા વિના 2 ટાઈમ દૂધ આપતી “અવ્ય કામાક્ષી ગાય” જોવા મળી, ગ્રામજનોમાં કુતૂહલ

જુનાગઢ : ગર્ભ ધારણ કર્યા વિના 2 ટાઈમ દૂધ આપતી “અવ્ય કામાક્ષી ગાય” જોવા મળી, ગ્રામજનોમાં કુતૂહલ
X

જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં એક ચમત્કારીક બનાવ સામે આવ્યો છે. જેમાં બરવાળા ગામના એક ખેડૂત પાસે વાછરડીનું ગર્ભ ધારણ કર્યા વગરની ગાય બે ટાઈમ દૂધ આપી રહી છે. જોકે આ વાત વાયુ વેગે પ્રસરી જતાં ગ્રામજનો ભારે કુતૂહલ સાથે અવ્ય કામાક્ષી ગાયના દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.

ભેસાણ તાલુકાના બરવાળા ગામના ખેડૂત રમેશ આહીર દ્વારા પોતાની 12 વીઘા જમીનમાં ગાયનો તબેલો બનાવવામાં આવ્યો છે. જેમાં નાની-મોટી મળી લગભગ 12થી 14 ગીર ગાય રાખવામાં આવી છે. તેઓ પાસે રહેલા પશુ પૈકી એક ગાય વાછરડીનું ગર્ભધારણ કર્યા વગર બે ટાઈમ દૂધ આપી રહી છે, ત્યારે ખેડૂત રમેશ આહીરને સંકોચ થતા આ ગાયને ત્રણ વેટનરી ડોક્ટર પાસે તપાસ માટે લઈ જવાતા ડોક્ટર પણ અચંભામાં મુકાયા હતા. ઉપરાંત લાખો ગાયની સંખ્યામાં આવી એક જ ગાય ગર્ભ ધારણ કર્યા વગર દૂધ આપે તે એક કુદરતી કમાલ હોવાથી લોકોમાં પણ કુતૂહલ સર્જાયું છે.

જોકે, સાધુ-સંતોના જણાવ્યા અનુસાર, આ ગાય કામરું દેશની અવ્ય કામાક્ષી હોવાનું જણાય છે. આ પ્રકારની ગાય દેવી-દેવતાઓની પ્રિય ગાય હોવાનું પણ માનવમાં આવે છે. આ ગાયનું દૂધ શિવજીને ચઢાવવામાં આવે છે. તો સાથે જ આ ગાયનું દૂધ ફક્ત દેવતાઓ જ આરોગી શકે તેવું પણ સાધુ-સંતોએ જણાવ્યુ હતું, ત્યારે હાલ તો કળયુગમાં આ ગાયના દર્શન દુર્લભ હોવાથી સાધુ-સંતો તેમજ લોકોમાં આ ગાયના દર્શન કરવાથી સર્વ પાપનો નાશ થતો હોવાની પણ માન્યતા ઉભી થઈ છે.

Next Story