Connect Gujarat
Featured

જુનાગઢ : પોસ્ટ ઓફિસ ખાતેદારોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર પિતા-પુત્ર પોલીસના સકંજા, જાણો સમગ્ર મામલો..!

જુનાગઢ : પોસ્ટ ઓફિસ ખાતેદારોના કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર પિતા-પુત્ર પોલીસના સકંજા, જાણો સમગ્ર મામલો..!
X

જુનાગઢ શહેરમાં પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાના નામે કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર પિતા-પુત્રની ઠગ ટોળકીને પોલીસે ઝડપી પાડી છે, પરંતુ ઠગાઈનો ભોગ બનનાર લોકોને પોતાની રોકાણની રકમ હાથ લાગે તેવી હાલ કોઈ શક્યતા નથી.

જુનાગઢની પોસ્ટ ઓફિસમાં એજન્ટ ભરત પરમાર અને તેનો પુત્ર તુષાર પરમાર નામના શખ્સોએ સરકારના નિવૃત્ત થતા કર્મચારીઓને અને મજૂરી કરી બચત કરતા 100થી વધુ લોકો પાસેથી પોસ્ટમાં બચત કરવાના નામે હજારો રૂપિયાથી લઈને લાખો રૂપિયા ઉઘરાવી પોસ્ટમાં જમા નહિ કરાવ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી. જેમાં એજન્ટે પોસ્ટમાંથી બચતની મળતી ડુપ્લીકેટ પાસબુક બનાવી રોકાણકારોને પધરાવી દીધી હતી. જોકે આવું છેલ્લા ઘણા સમયથી ચાલતું હતું, પરંતુ સમયસર યોગ્ય ળતર નહીં મળતાં રોકાણકારોને શંકા જતા લોકોએ તપાસ કરી તો પોતે છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું હતું.

જુનાગઢ શહેર સી’ ડીવીઝન પોલીસે ખાતેદારોની ફરિયાદના આધારે અત્યાર સુધીમાં 100થી વધુ લોકો છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં ભોગ બનનાર લોકોની રૂપિયા 3 કરોડ જેટલી રકમ ચાઉ થવા જઈ રહી હોવાનું પણ બહાર આવ્યું છે. જોકે પોલીસ ફરિયાદ થતા આરોપી પિતા-પુત્ર ફરાર થઈ ગયા હતા. જેને જુનાગઢ એલસીબીની ટીમે થરાદ ખાતેથી ઝડપી પાડ્યા હતા. સમગ્ર મામલે આરોપીઓ શેરબજારના સટ્ટામાં કરોડો રૂપિયા હારી ગયા હોવાથી તેઓની પાસે કોઈ રોકડ નહીં હોવાનું પણ પોલીસ સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે, ત્યારે આરોપીની ધરપકડ થતાં ભોગ બનનાર લોકો જુનાગઢ જિલ્લા પોલીસ વડાને રૂબરૂ રજૂઆત માટે દોડી ગયા હતા. જેમાં પોતાની મરણ મુડી પરત મળે તે માટે પ્રયાસ કરવા ભોગ બનનાર લોકોએ પોલીસની અપીલ કરી હતી.

Next Story