જૂનાગઢ: અસામાજિક તત્વોએ મતદારોને મત આપતા રોક્યા

New Update
જૂનાગઢ: અસામાજિક તત્વોએ મતદારોને મત આપતા રોક્યા

એક તરફ આજે દેશની 116 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. જે અંતર્ગત આજે ગુજરાતની 26 બેઠક પર વહેલી સવારથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે જૂનાગઢ બીલખા રોડ પર મતદારોને ડરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યાનો વિડીયો વાઇરલ કરવામાં આવી રહ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાક અસામાજિક તત્વો જૂનાગઢ બીલખા રોડ પર આવેલ મતદાન મથક સુધી મતદારોને પહોંચવા નહોતા દેતા. મતદારોને તેઓ ઘાતક હથિયારો સાથે ડરાવી રહ્યા હતા. ત્યારે સમગ્ર મામલાની પોલીસને જાણ થતાં પોલીસે કેટલાક સખશો ની અટકાયત કરી હતી. ત્યારબાદ મતદાન રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું.

Latest Stories