Connect Gujarat
ગુજરાત

જુનાગઢ પોલીસે ગેરકાયદે હથીયાર સાથે એક ઇસમની કરી અટકાયત

જુનાગઢ પોલીસે ગેરકાયદે હથીયાર સાથે એક ઇસમની કરી અટકાયત
X

જુનાગઢ શહેર પોલીસને મળેલ બાતમીના આધારે વોચ ગોઠવતા એક ઇસમને હથીયાર સાથે ઝડપી પાડી તેના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત પોલીસ વિગત અનુસાર ખાનગી બાતમી રાહે પોલીસ્ને હકિકત મળેલ કે, એક લાલ કલરનું ટીશર્ટ પહેરીને યુનુસ જુમા સુમરા રહે. જુનાગઢ વાળો ખામધ્રોળ નંદનવન સોસાયટીના રસ્તેથી રેલવે સ્ટેશન તરફ આવે છે અને તેની પાસે હથીયાર છે. જેથી તુરંત જ પોલીસે ટીમ બનાવી બાતમીવાળી જગ્યાએ રવાના થઈ અને ડો. અગ્રાવત ચોકમાં જઇ વોચ ગોઠવી હતી.

દરમ્યાન ઉપરોકત વર્ણનવાળો ઇસમ નંદનવન રોડ તરફથી આવતો જોવામા આવતા તુરત જ તેને કોર્ડન કરી પકડી અને તેનું નામ ઠામ પુછતા યુનુશભાઇ જુમાભાઇ સુમરા મુસ્લીમ રહે. જુનાગઢ ખામધ્રોળ રોડ કેમ્બ્રીજ સ્કુલ પાછળ વાળો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને ચેક કરતા તેના પેન્ટના નેફામાથી એક દેશી બનાવટનો તમંચો મળી આવેલ તથા પેન્ટના ખીસ્સામાંથી એક જીવતો કાટીંસ પણ મળી આવ્યો હતો. જેથી પોલીસે દેશી તમંચો કિમત રૂ. ૫૦૦૦/- તથા કાર્ટીસ નંગ-૧ કિ. રૂ.૧૦૦/- ગણી કબ્જે લઇ યુનુશભાઇ જુમાભાઇ સુમરા વિરૂધ્ધ બી ડીવીઝન પો.સ્ટે. જુનાગઢ ખાતે ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી માટે બી ડીવી. પો.સ્ટે. જુનાગઢને સોંપ્યો હતો.

Next Story