Connect Gujarat
ગુજરાત

કરજણ : પાર્કિંગમાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં મુકેલી બેગમાંથી રૂપિયા ૧ લાખ ઉપરાંતની મત્તાની ચોરી

કરજણ : પાર્કિંગમાં પાર્ક કરેલી લક્ઝરી બસમાં મુકેલી બેગમાંથી રૂપિયા ૧ લાખ ઉપરાંતની મત્તાની ચોરી
X

ને. હાઇવે ૪૮ પર આવેલા વડોદરાના કરજણ નજીક આવેલી શિવશક્તિ

હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી જૈન ટ્રાવેલ્સની લક્ઝરી બસમાંથી રૂપિયા એક લાખ

ઉપરાંતની માલમત્તાની ચોરી થતા કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવા પામી છે.

પોલીસ સુત્રિય માહિતી અનુસાર ગત તારીખ છવ્વીસ

મીના રોજ બંસીલાલ સોનલ પરમાર રહે. સુરત તેઓની પત્ની જશોદા દેવી સાથે જૈન

ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં સુરતથી તેઓના વતન જોધપુર ખાતે લગ્ન પ્રસંગમાં જઇ રહ્યા

હતા.

ઉપરોક્ત લક્ઝરી બસ નંબર આર જે - ૧૯ - પી એ - ૯૦૦૦ ગત

તારીખ ૨૬ મીની રાત્રીના ૯.૪૫ વાગ્યે કરજણ નજીક શિવશક્તિ હોટલના પાર્કિંગમાં ચા -

નાસ્તા જમવા માટે ચાલકે થોભાવી હતી. લકઝરી બસમાં મુસાફરી કરી રહેલા બંસીલાલ તેમજ

તેઓની પત્ની પણ તેઓની બે બેગો સ્લીપર સીટની અંદર મૂકી જમવા માટે હોટલમાં ગયા હતા.

બંસીલાલ તેમજ તેમની પત્ની જ્યારે જમીને લકઝરી બસમાં પરત ફરતા તેઓએ એક બેગની ચકાસણી

કરી હતી પરંતુ કિંમતી ચીજ વસ્તુઓ ભરેલી બેગની ચકાસણી કરી ન હતી.

બંસીલાલ તેઓની પત્ની સાથે જ્યારે જોધપુર પહોંચી તેમના

સંબંધીના ઘરે જઇ ચા - પાણી, નહાવા માટે ગયા

ત્યારે બેગમાં મૂકેલા કપડા કાઢવા જતાં કિંમતી ચીજ વસ્તુઓ મૂકેલી નાની બેગ કે જેમાં

સોના - ચાંદીના ઘરેણા તેમજ રોકડા રૂપિયા સાત હજારની બેગ જોવા ન મળતા તેઓના પગ

નીચેથી ધરતી ખસી ગઇ હતી. કિંમતી ચીજ વસ્તુઓ ભરેલી બેગ કોઇ અજાણ્યા ચોર ઇસમે કાપી

તેમાંથી સોનાની ગળામાં પહેરવાની કંઠી એક કિંમત રૂપિયા નેવુ હજાર, સોનાની વીંટી એક કિંમત રૂપિયા પંદર હજાર, સોનાના કાનમાં પહેરવાના ઝુમર અને જેલા મળી અઢી તોલા

કિંમત રૂપિયા પંચોતેર હજાર તેમજ ચાંદીના છડા જોડ એક દસ તોલા કિંમત રૂપિયા પાંચ

હજાર તેમજ રોકડા રૂપિયા સાત હજાર મળી કુલ રૂપિયા એક લાખ બાણું હજારની મતાની ચોરી

કોઈ ચોર ઇસમ ચોરી કરી પલાયન થઇ ગયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પાલેજ - કરજણ

વચ્ચે કિયા ગામ નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટ્રેલરમાંથી રૂપિયા

આઠ લાખના ઝિંક ધાતુની ચોરી થઇ હતી. જે ઘટનાના થોડા જ દિવસો બાદ પુન: કરજણ નજીક

શિવશક્તિ હોટલના પાર્કિંગમાં પાર્ક કરેલી લકઝરી બસમાં વધુ એક ચોરીની ઘટના બનતા

વાહનચાલકોમાં ભયનો માહોલ સર્જાવા પામ્યો છે. પોલીસ પેટ્રોલિંગ કડક બનાવે એવી

વાહનચાલકો દ્વારા માંગ ઉઠવા પામી છે. ચોરી સંદર્ભે બંસીલાલ સોહનલાલ પરમારે ગતરોજ

કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story