હવા પ્રદુષણની માત્રા ઘટાડવા માટેની એક મોટી પહેલનો 16મીના રોજથી પ્રારંભ કરવામાં આવશે. એમીસન્સ ટ્રેડીંગ સ્કીમ અંતર્ગત ઉદ્યોગગૃહોને જાણકારી અને માર્ગદર્શન પુરુ પાડવા માટે બુધવારના રોજ કેવડીયા કોલોની ખાતે આવેલા એકતા ઓડીટોરીયમમાં જીપીસીબીના ઉપક્રમે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

હવા પ્રદુષણની માત્રા ઘટાડવા માટે જીપીસીબીની યોજનામાં રાજયભરના 170થી વધારે ઉદ્યોગો જોડાશે. એમીસન્સ ટ્રેડીંગ સ્કીમ ( ઉત્સર્જન વેપાર યોજના) એ એક પ્રકારની મેકેનીઝમ છે. જેમાં સરકાર દરેક એકમ માટે ઉત્સર્જન પર એક કેપ નક્કી કરે છે. આ પ્રોજેકટનો ઉદેશ કણ દ્વારા ફેલાતા હવા પ્રદુષણને અટકાવવાનો છે.

આ યોજના અંતર્ગત ઉદ્યોગોને ઉત્સર્જનની ટકાવારી નકકી કરવાનો અધિકાર પ્રાપ્ત થશે અને નિયત કરેલી માત્રા કરતાં વધેલા ઉત્સર્જનનો તેઓ વેપાર કરી શકશે. કેવડીયા કોલોની ખાતે એમીસન્સ ટ્રેડીંગ સ્કીમ ફોર પર્ટીકયુલેટ મેટરના લોચિંગ સમાારંભમાં જીપીસીબીના ચેરમેન ડૉ. રાજીવ કુમાર ગુપ્તા, અમેરીકાની શિકાગો યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ. માઇકલ ગ્રીનસ્ટોન અને ડૉ. અનંત સુર્દશન સહિતના મહેમાનો હાજર રહયાં હતાં.

LEAVE A REPLY