Connect Gujarat
Featured

ખેડા: મંદિરમાં આપવામાંઆવે છે મરચાના અથાણાંનો પ્રસાદ,જુઓ કયું છે આ મંદિર

ખેડા: મંદિરમાં આપવામાંઆવે છે મરચાના અથાણાંનો પ્રસાદ,જુઓ કયું છે આ મંદિર
X

ખેડા જીલ્લાનું પ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામીનારાયણ મંદિર સુવર્ણ મંદિરના લીધે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે પણ વડતાલનું મંદિર અન્ય એક બાબતમાં પણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે અને એ છે લીલા મરચાના અથાણાના લીધે.

સામાન્ય રીતે આપ કોઈ પણ મંદિરમાં દર્શન કરવા જશો તો મગસ ,પેંડા ,બુંદી ,ગાઠીયા અથવા લાડુનો પ્રસાદ આપવામાં આવતો હશે પણ ખેડા જીલ્લાના વડતાલમાં એક અનોખો પ્રસાદ આપવામાં આવે છે અને તે છે લીલા મરચાનું અથાણું ,જી હા વડતાલ મંદિરની સ્થાપના થઇ ત્યારથી વડતાલ મંદિરમાં મરચાનું અથાણું બનાવવાની પરંપરા છે જે આજે પણ નિયમિત રીતે ચાલુ છે ચાલુ વર્ષે બનાસકાંઠાથી ૧૫૦૦ મણ લીલા મરચા ખરીદવામાં આવ્યા છે અને તેમાંથી તૈયાર કરવામાં આવી રહ્યું છે લીલા મરચાનું અથાણું. અહી દર્શનાર્થે આવતા ભક્તો મંદિરમાં દાન આપે છે અને અથાણાંનો પ્રસાદ તરીકે સ્વીકાર કરે છે. અથાણાના પ્રસાદ પાછળ વર્ષોની પરંપરા જોવા મળે છે. પહેલાના જમાનામાં લોકો દૂર દૂરથી અહી દર્શનાર્થે આવતા હતા અને સાથે જમવા માટે ભાથું પણ લઈ આવતા હતા કારણ કે એ સમયમાં વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો મંદિર પરિષરમાંજ જમતા હતા અને મંદિર દ્વારા ભક્તોને મરચાં અને છાશ આપવામાં આવતી હતી ત્યારથી આ પરંપરા ચાલી આવે છે જે આજે પણ અતૂટ છે

Next Story