Connect Gujarat
Featured

ખેડા : ચકલાસી નજીક સાથી કોલ્ડ સ્ટોરેજના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા

ખેડા : ચકલાસી નજીક સાથી કોલ્ડ સ્ટોરેજના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર ફાઇટરો દોડ્યા
X

ખેડા જિલ્લાના નડીઆદ તાલુકા ચકલાસી ગામ નજીક આવેલ સાથી કોલ્ડ સ્ટોરેજ નામના એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનવાની જાણ થતાં જ ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, નડીઆદ તાલુકા ચકલાસી ગામ નજીક આવેલ બટાકાના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ લાગવાની ઘટનાના પગલે ગોડાઉન તેમજ આસપાસમાં હાજર રહેલા લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. જોકે ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

ચકલાસી ગામે બટાકાના ગોડાઉનમાં આગ લાગવાના બનાવની જાણ થતાં જ નડિયાદ અને આણંદ ફાયર વિભાગના ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમાં 4 જેટલા ફાયર ટેન્ડરની મદદથી આગ ઉપર સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો, ત્યારે લગભગ એક કલાકની ભારે જહેમત બાદ સમગ્ર આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી. હાલ તો ગોડાઉનમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પરંતુ રીપેરીંગ કામ દરમ્યાન ચાલી રહેલા વેલ્ડિંગના કારણે શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. સદનસીબે ઘટના કોઈપણ પ્રકારની જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Next Story