Connect Gujarat
ગુજરાત

ખેડા : મહેમદાવાદમાં 30 ફૂટ ઊંચી “ઇકો ફ્રેન્ડલી હોળી” બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ જ્યારે પ્રગટાવી ત્યારે લોકોએ શું કર્યું..!

ખેડા : મહેમદાવાદમાં 30 ફૂટ ઊંચી “ઇકો ફ્રેન્ડલી હોળી” બની આકર્ષણનું કેન્દ્ર, જુઓ જ્યારે પ્રગટાવી ત્યારે લોકોએ શું કર્યું..!
X

ખેડા જિલ્લાના મહેમદાવાદમાં 30 ફૂટ ઊંચી ઇકો ફ્રેન્ડલી હોળી તૈયાર કરવામાં આવી હતી. જેમાં 200 કિલોથી વધુ આયુર્વેદિક જડીબુટ્ટીનો ઉપયોગ કરવામાં આવ્યો

હતો, ત્યારે હોળીના દર્શન કરવા આવેલા 10 હજાર જેટલા દર્શનાર્થીઓએ સામૂહિક વ્યસન મુક્તિના શપથ લઈ પ્રતિજ્ઞા લીધી હતી.

મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિર ખાતે હોળી નિમિત્તે ગુજરાતની સૌથી વિશાળ ઇકો ફ્રેન્ડલી

હોળી તૈયાર કરવામાં આવી હતી. જેમાં 3 ફૂટના હોલિકાનું

પૂતળું તૈયાર કરાયું હતું. આ ઇકો ફ્રેન્ડલી હોળીમાં 1100 કિલો ઔષધિવાળા લાકડા

અને 121 કિલો ગૌમાતાના ગોબરના છાણા તેમજ 200 કિલોથી વધુ આયુર્વેદિક જડીબુટ્ટીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ગૂગળ, કપૂર, કમર-કાકડી, સૂકા બીલીના ફળ, કેસૂડો, આંબો, ખાખરો, આસોપાલવ સહિત વિવિધ પ્રકારની ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ જ આ હોળીની ઊંચાઈ 30 ફૂટ અને પહોળાઈ 20 ફૂટ રાખવામાં આવી હતી. હોળી જ્યારે પ્રગટાવી ત્યારે તેની જ્વાળાઓ એટલી વિશાળ હતી કે, લોકોએ તેના દર્શન ઘણા દૂરથી કરવા પડ્યા હતા.

વિશાળ ઇકો ફ્રેન્ડલી હોળીના કારણે લગભગ 10 કિલોમીટર સુધીના વિસ્તારનું સમગ્ર વાતાવરણ શુદ્ધ

થઈ જવા પામ્યું હતું. ધર્મરક્ષણ યુવા શક્તિના યુવાનો

ઉપરાંત અન્ય 10 હજારથી વધુ

ઉપસ્થિત દર્શનાર્થીઓએ સામૂહિક વ્યસન મુક્તિના શપથ લઈ પ્રતિજ્ઞા લીધી હતી.

Next Story