Connect Gujarat
Featured

દેશમાં આજથી શરૂ થસે ‘કિસાન રેલ’, દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે પ્રથમ ટ્રેન સેવા શરૂ

દેશમાં આજથી શરૂ થસે ‘કિસાન રેલ’, દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે પ્રથમ ટ્રેન સેવા શરૂ
X

કોરોનાના કહેર વચ્ચે ખેડૂતોને ધ્યાનમાં રાખી સરકાર ખેડૂત લક્ષી રેલ સેવા શરૂ કરવા જઇ રહી છે, દેશમાં ‘કિસાન રેલ’ની શરુઆત 7 ઓગ્સ્ટ એટલે કે આજથી શરુ થઈ રહી છે. જેનું ઉદ્ધાટન કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર કરશે. આ વર્ષે યૂનિયન બજેટમાં નાંણાપ્રધાન નિર્મલા સીતારમણે ખેડૂતો માટે ખાસ ‘કિસાન રેલ’ દોડવાવાની જાહેરાત કરી હતી. જેનો અમલ થવા જઈ રહ્યો છે.

દેશમાં કૃષિ ઉત્પાદનોના અવરજવર માટે આ પ્રથમ ટ્રેન સેવા હશે, જે મહારાષ્ટ્રના દેવલાલી અને બિહારના દાનાપુરની વચ્ચે દોડશે.કિસાન રેલ આ બે સ્ટેશનો વચ્ચે લગભગ 1519 કિમીનું અંતર લગભગ 32 કલાકમાં કાપશે.

દુધ, ફળ અને શાકભાજીના અવર-જવર માટે આ સેવા મહત્વપુર્ણ બતાવવામાં આવી રહી છે. તેનાથી જલ્દી ખરાબ થતા કૃષિ ઉત્પાદનો ઓછા સમયમાં બજાર સુધી પહોંચાડી શકાશે. આ ટ્રેન સેવા સાપ્તાહિક હશે, મધ્ય રેલ્વે કિસાન વિશેષ પાર્સલ ગાડીઓને મોટી રાહત મળશે. તેમજ ઓછા સમયમાં ઉત્પાદનો બજારો સુધી પહોચશે. 7 ઓગ્સટથી 30 ઓગસ્ટ વચ્ચે પ્રથમ કિસાન ટ્રેન દર શુક્રવારે દેવલાલી મહારાષ્ટ્રથી 11 કલાકે શરુ થશે અને દર રવિવારે બપોરના 12 કલાકે દાનાપુરના દેવલાલી પહોચશે. આ ટ્રેનમાં કુલ 10 પાર્સલ બૈન અને એક લગેજ બ્રેક બૈન હશે.

આ ટ્રેન નાસિક રોડ, મનમાડ, જલગાંવ, ભુસાવલ, બુરહાનપુર, ખંડવા,ઈટારસી, જબલપુર,સતના, માનિકપુર, પ્રયાગરાજ, છિવકી , પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન અને બક્સર સ્ટેશનો પર રોકાશે.

ટ્રેનની આ સેવાથી દેશના ઘણા રાજ્યોના ખેડુતોને સીધો લાભ મળશે.

Next Story