Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજથી 1585 શ્રમિકો ઝારખંડ જવા રવાના, તાળીઓના ગડગડાટથી શ્રમિકોના ચહેરા પર સ્મિત રેલાયું

કચ્છ : ભુજથી 1585 શ્રમિકો ઝારખંડ જવા રવાના, તાળીઓના ગડગડાટથી શ્રમિકોના ચહેરા પર સ્મિત રેલાયું
X

લોકડાઉન દરમ્યાન અટવાયેલા પરપ્રાંતીયોને સરકાર દ્વારા પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે, ત્યારે કચ્છ જિલ્લાના ભુજથી ઝારખંડ ખાતે સ્પેશિયલ ટ્રેન મારફતે 1585 જેટલા શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા.

કોરોના વાયરસના કારણે ભારતભરમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે રોજગારી મેળવવા અર્થે ગુજરાત આવેલા પરપ્રાંતિય શ્રમિકો અટવાઈ જતાં સરકાર દ્વારા તેઓને પોતાના વતન પરત મોકલવામાં આવી રહ્યા છે. ભુજથી ઝારખંડ સુધી સ્પેશિયલ ટ્રેન મારફતે લગભગ 1585 જેટલા શ્રમિકોને રવાના કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છના મુન્દ્રા તેમજ અબડાસા વિસ્તારમાં ગૃહઉદ્યોગના કામે આવેલા મજૂરોનો પણ સમાવેશ થાય છે.

ભુજ રેલ્વે સ્ટેશન ખાતે સોશિયલ ડિસ્ટન્સનું ખાસ ધ્યાન રાખી સૌપ્રથમ તમામ શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. વહીવટી તંત્ર, પોલીસ વિભાગ તેમજ રેલ્વે અધિકારીઓએ તાળીઓ પાડી તમામ શ્રમિકોનું અભિવાદન કર્યું હતું, ત્યારે વતન પહોંચવાની ખુશીની લાગણી સાથે પરપ્રાંતિય શ્રમિકોના ચહેરા ઉપર સ્મિત રેલાતું જોવા મળ્યું હતું.

Next Story