/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/kutch-dem-e1556903374356.png)
ડેમમાં એક બુંદ પણ પાણી નથી
ડેમ જાણે સૂકા મેદાન બની ગયા
ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં વરસ્યો
કચ્છ જિલ્લામાં ૨૫ લાખની વસ્તી તેમજ ૨૦ લાખ પશુઓ સામે બે ટકા પાણી
કચ્છમાં કાળમુખા દુષ્કાળની એવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે કે, વાત ન જ કહો જિલ્લામાં પાણીની સદાય હર્યા ભર્યા રહેતા મુખ્ય ૨૦ ડેમો પૈકી ૧૭ ડેમ તળિયા ઝાટક થઈ ગયા છે. ડેમમાં એક બુંદ પણ પાણી નથી. ડેમ જાણે સૂકા મેદાન બની ગયા છે.
કચ્છમાં ડેમની પરિસ્થિતિની જો વાત કરીએ તો સૌથી વધુ ટપ્પર ડેમમાં ૭૦ ટકા જ્યારે સુવઈ ડેમમાં 24.76% , ફતેહગઢ ડેમમાં 40.86% પાણી છે. અન્ય ડેમોમાં ગોધાતડ ડેમમાં 0.35% , સાંન્નધ્રો ડેમમાં 2.41%,
નરા ડેમમાં 0.70% , ભૂખી ડેમમાં 1.71% , કંકાવતી ડેમમાં 1.95% ,મથલ ડેમમાં 1.46% , ગજણસર ડેમમાં 10.99% , ડોણ ડેમમાં 3.07% પાણી છે.જ્યારે ભુજ નજીક આવેલો રુદ્રમાતા રુદ્રાણી ડેમ , પાવરપટ્ટીમાં આવેલો નિરોણા ડેમ, કાયલા ડેમ કાસવતી ડેમ, મુન્દ્રા માં આવેલો ગજોડ ડેમ , જંગડીયા , બેરાચીયા , કાલાઘોઘા , અબડાસા માં આવેલો મિટ્ટી ડેમ કોરો કટ્ટ છે.
હાલની સ્થિતિમાં ડેમ સૂકા મેદાન જેવો થઈ ગયો છે અજાણ્યો વ્યક્તિ જ્યારે બોર્ડ વાંચે ત્યારે તેને ખબર પડે અહીં ડેમ છે બાકી તો અહીં સૂકા મેદાન જેવો માહોલ સર્જાયો છે.આ તો મુખ્ય ડેમોની વાત થઈ પરંતુ કચ્છના નાની સિંચાઇના ડેમો , જિલ્લાના ૧૦૦ થી વધુ તળાવો , કૂવાઓ , બોર સૂકા ભટ્ટ બની ગયા છે.ચોમાસાની સીઝનમાં રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં વરસ્યો હતો.કચ્છમાં પાણીની તંગી તો હતી જ તેવી પરિસ્થિતિમાં વરસાદ ન વરસતા લોકલ સોર્સ ખૂટી પડ્યા છે સાથે સરહદી વિસ્તારોમાં પાણી ખૂટી પડ્યા છે.જે એક વાસ્તવિક પરિસ્થિતિ છે.ખુદ સરકારે કબુલ્યું છે કચ્છમાં માત્ર બે ટકા પાણી છે.જિલ્લામાં ૨૫ લાખની વસ્તી તેમજ ૨૦ લાખ પશુઓ સામે બે ટકા પાણી કેટલી જરૂરિયાત સંતોષી શકે એ સમજી શકાય એમ છે ત્યારે જિલ્લામાં પાણી પહોંચતું કરાય તે સમયનો તકાજો છે.