Connect Gujarat
ગુજરાત

કચ્છ: 5 હજાર વર્ષ જૂના હડપ્પા સંસ્કૃતિના પ્રમાણ ધોળાવીરાનો થશે વિકાસ, જાણો શું છે ખાસ..!

કચ્છ: 5 હજાર વર્ષ જૂના હડપ્પા સંસ્કૃતિના પ્રમાણ ધોળાવીરાનો થશે વિકાસ, જાણો શું છે ખાસ..!
X

કેન્દ્રીય બજેટમાં કચ્છના ધોળાવીરા સહિત દેશના પાંચ

પુરાતત્વ સ્થળોનો વિકાસ કરવાની જાહેરાત નાણામંત્રીએ કરી છે, ત્યારે કચ્છની 5000 વર્ષ જૂની ધોળાવીરા

સાઇટનો વિકાસ કરવાનો નિર્ણય સરકાર દ્વારા બજેટમાં લેવાયો છે જેને આવકાર મળ્યો છે.

કેન્દ્રિય નાણાપ્રધાન

નિર્મલા સિતારમણ દ્વારા સંસદમાં બજેટ 2020 રજૂ કરવામાં

આવ્યું હતું. બજેટ ભાષણ દરમિયાન તેઓએ કેટલીક મહત્વની

જાહેરાતો કરી હતી. જેમાં પૌરાણિક સ્થળોના વિકાસ માટેની જાહેરાતનો સમાવેશ થાય છે. બજેટમાં તેઓએ પુરાતત્વ સ્થળોના વિકાસની વાત રજૂ કરી હતી. જેમાં કચ્છના ધોળાવીરા સહિત પાંચ

પુરાતત્વીય સ્થળોનો વિકાસ કરવામાં આવશે. ધોળાવીરા હડપ્પીય સંસકૃતિનું ઉત્તમ

દ્રષ્ટાંત ઉદાહરણ પૂરું પાડે છે. ધોળાવીરા પાંચ હજાર વર્ષ જૂની સંસ્કૃતિ છે. ધોળાવીરાને આઇકોનીક સાઇટ મ્યુઝિયમ તરીકે

વિકસાવવામાં આવશે.

ધોળાવીરાએ કચ્છના વાગડ વિસ્તારના મોટા રણમાં આવેલું

છે. કચ્છના સફેદ રણનો જેમ વિકાસ થયો

તેમ બીજા છેડે આવેલા ધોળાવીરાનો વિકાસ થશે તો બારેમાસ જિલ્લામાં પ્રવાસીઓનો ધસારો રહેશે જેનાથી કચ્છના અર્થતંત્રને ફાયદો થશે. ધોળાવીરામાં હજારો વર્ષ જૂની

સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે. હાલમાં અહીં પર્યટકો ખાસ પ્રાચીન વસ્તુઓ જોવા આવે છે. હાલમાં પણ

અહીં વિકાસના કાર્યો ચાલુ છે ત્યારે કેન્દ્રીય

નાણાપ્રધાનની જાહેરાત બાદ ધોળાવીરા વિશ્વસ્તરે ખ્યાતિ પામશે. ક્ચ્છના પ્રાચીન

સ્થાનકની કેન્દ્ર સરકારે નોંધ લઈ વિકાસ કરવા પગલાં ભર્યા છે જે નોંધનીય બાબત છે.

આગામી સમયમાં સફેદ રણની જેમ

ધોળાવીરાની સંસ્કૃતિ જોવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવશે.

Next Story