Connect Gujarat
Featured

કચ્છ : રાપરના ત્રમ્બો ગામે 20 લોકોના હુમલામાં પિતા, પુત્ર અને ભત્રીજાને ઇજા

કચ્છ : રાપરના ત્રમ્બો ગામે 20 લોકોના હુમલામાં પિતા, પુત્ર અને ભત્રીજાને ઇજા
X

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ત્રામ્બો ગામે રેતી ચોરીની નજીવી બાબતે એક જ પરિવારના ત્રણ સભ્યો ઉપર 20થી વધુ લોકોના ટોળાએ હુમલો કરતાં દોડધામ મચી ગઇ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

રાપરના વકીલની હત્યાની ઘટનાની શાહી સુકાય નથી તેવામાં ત્રમ્બો ગામે રેતી ચોરીની બાબતે એક જ પરિવાર પર ટોળાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. રાપર તાલુકામાં ત્રમ્બો ગામમાં રેતીની ચોરી બાબતે એક પરિવારના ત્રણ સભ્યો ઉપર 20થી વધુ લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. હુમલામાં પિતા, પુત્ર અને ભત્રીજાને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ બાદ ગામમાં તંગદીલી ફેલાઇ જતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે ફરાર થઇ ગયેલાં આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

Next Story