Connect Gujarat
ગુજરાત

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાયો “ખારેક ઉત્સવ”, દેશી અને બારહી ખારેક ધરાવી પૂજા કરાઇ

કચ્છ : ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ઉજવાયો “ખારેક ઉત્સવ”, દેશી અને બારહી ખારેક ધરાવી પૂજા કરાઇ
X

કચ્છની ખારેક એ મીઠો મેવો ગણાય છે અને દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે ભુજ સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં “ખારેક ઉત્સવ” ઉજવવામાં આવ્યો હતો.

ભુજ સ્થિત સ્વામિનારાયણ ભગવાન સાથે નરનારાયણ દેવને કચ્છની મીઠી અને મધુર ખારેકનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં મંદિરમાં ભગવાનને કચ્છની દેશી અને બારહી ખારેક ધરાવી પૂજા કરવામાં આવી હતી. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંતસ્વામી દ્વારા આરતી કરી “ખારેક ઉત્સવ” ઉજવવામાં આવ્યો હતો. કચ્છની વિવિધ વાડીઓમાંથી ભુજ સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને ખારેકનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

Next Story