Connect Gujarat
ગુજરાત

કચ્છ : પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસવાની પેરવી કરતો પાકિસ્તાની ઘૂસણખોર BSFના હાથે ઝડપાયો

કચ્છ : પાકિસ્તાનમાંથી ભારતમાં ઘૂસવાની પેરવી કરતો પાકિસ્તાની ઘૂસણખોર BSFના હાથે ઝડપાયો
X

કચ્છ જિલ્લાના રાપર

તાલુકાના વાગડ વિસ્તારમાંથી પસાર થતી આંતરરાષ્ટ્રીય સરહદ નજીકથી એક પાકિસ્તાની નાગરિકને BSFના જવાનોએ ઝડપી પાડ્યો હતો.

વાગડ વિસ્તારમાં આવેલી

આંતરરાષ્ટ્રીય સરહદના પીલર નં. 1024/3 S નજીકથી BSFના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન પાકિસ્તાનના

કરાચીમાં રહેતા એક 38 વર્ષીય ઓયબ અહેમદ દિલાવરખાન નામના પાકિસ્તાની નાગરિકને ઝડપી પડાયો હતો. આ

શખ્સ પાકિસ્તાનમાંથી ભારતમાં ધુસવાની પેરવી કરી રહ્યો

હતો, ત્યારે BSFના જવાનોએ તેને ઝડપી

પાડી તેને બાલાસર પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો. બાલાસર પોલીસ

દ્વારા ગેરકાયદેસર રીતે સરહદ પાર કરવા બાબતે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉપરાંત પાકિસ્તાની નાગરિકને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેને ભુજ

સ્થિત જોઈન્ટ ઇન્ટ્રોગેસન સેન્ટરને સોંપવામાં આવશે.

Next Story