Connect Gujarat
ગુજરાત

કચ્છ: ડીડીઓના નામે ધનીકો પાસેથી લાખો રૂપિયા પડાવતા ઠગ, જુઓ કઈ રીતે કરે છે છેતરપિંડી

કચ્છ: ડીડીઓના નામે ધનીકો પાસેથી લાખો રૂપિયા પડાવતા ઠગ, જુઓ કઈ રીતે કરે છે છેતરપિંડી
X

કચ્છના

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીના નામે શ્રીમંતો પાસેથી નાણાંની

માંગણી કરતા ઠગભગત સામે ભુજમા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

કચ્છના

ડીડીઓ પ્રભવ જોશીની દીકરી અમેરિકા જાય છે અને વિઝામાં રકમ ખૂટી છે અથવા દીકરીને

એક્સીડેન્ટ થયો છે અને તાત્કાલિક નાણાંની જરૂર છે તેમ કહી ડીડીઓના નામે કચ્છના ચાર અલગ-અલગ આગેવાનોને

ફોન કરી લાખ્ખો રૂપિયાની તત્કાળ નાણાંકીય મદદ માંગવામાં આવતા ઠગભગત સામે ફરિયાદ

નોંધાઇ છે. જિલ્લા વિકાસ અધિકારીના નામે આવેલા ફોનની

ચારેય અગ્રણીઓએ પોતાની રીતે સત્યતા તપાસતાં આ છેતરપિંડીનો કારસો હોવાનું સ્પષ્ટ

થયું હતું. છેતરપિંડી આચરતાં અજાણ્યા લોકો સામે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફોજદારી

ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

ગત

ઓક્ટોબર-નવેમ્બર માસમાં ઠગભગતોએ મુંદ્રા તાલુકા

ભાજપ પ્રમુખ વાલજીભાઈ ટાપરીયા, મમુઆરાના મિનરલ્સના

ઉદ્યોગપતિ સતિષ વાલજી છાંગા, ફિલિપ્સ કાર્બન બ્લેક

નામની કંપનીના મેનેજર કિંગ શુક બોઝ અને હાલ મુંબઈ રહેતા મૂળ દહિંસરાના આગેવાન

મહેન્દ્રભાઈ સંગોઈને ડીડીઓના નામે ફોન કરી નાણાંની માંગણી

કરાઈ હતી. આ અંગે 16 નવેમ્બરનાં રોજ પોલીસ મથકે અરજી અપાઈ હતી. જે

સંદર્ભે આજે પોલીસે ખોટું નામ ધારણ કરી ઉચ્ચ અધિકારીના નામે છેતરપિંડીના ઈરાદે ફોન

કરી તેમના હોદ્દાની શાખને નુકસાન પહોંચાડવા બદલ અજાણ્યા આરોપીઓ સામે ફરિયાદ નોંધી

છે. જિલ્લા વિકાસ અધિકારી જોશીએ આવા ઠગભગતોથી

સાવધાન રહેવા અપીલ કરી હતી.

Next Story