તારીખ 19 મી ઓગસ્ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી અને વિશ્વ માનવતાવાદી દિવસ.જીવનની દરેક પળને આંખ થી જોઈતો શકાય છે પરંતુ જીવનભર તેનો સંગ્રહ કરવા માટે તો તેની છબીજ કંડારવી પડે,અને યાદરૂપી એ તસવીર જ સંભારણું બની જાય છે,જ્યારે પોતાના જીવનની મહેક થકી અન્યનું જીવન સુગંધિત અને સુખમય બને ત્યારે માનવતાવાદી ભર્યું જીવન જીવ્યા કહેવાય.
આજે વિશ્વ ફોટોગ્રાફી દિવસ અને વિશ્વ માનવતા દિવસ છે,દર વર્ષે 19 ઓગસ્ટના રોજ આ બંને દિવસને ઉજવવામાં આવે છે.વૈજ્ઞાનિક પ્રગતીની સાથે સાથે માણસે પોતાના સાધનો વધારવાનું શરૂ કર્યું અને અનેક શોધોની સાથે કૃત્રિમ લેન્સની પણ શોધ થઈ. સમયસર આગળ વધીને, તેણે આ લેન્સ માંથી મેળવેલી છબીને કાયમ માટે સાચવવાનો પ્રયાસ કર્યો.આ પ્રયાસની સફળતાનો દિવસ હવે “વિશ્વ ફોટોગ્રાફી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. સૌ પ્રથમ વર્ષ 1839માં ફ્રેન્ચ વૈજ્ઞાનિકો લુઈસ જેક્સ અને મેન્ડે ડેગ્યુરેએ ફોટો તત્વની શોધ કરવાનો દાવો કર્યો હતો. બ્રિટિશ વૈજ્ઞાનિક વિલિયમ હેનરી ફોક્સટેલ બોટે નેગેટિવ-પોઝિટિવ પ્રક્રિયાની શોધ કરી હતી.1834માં ટેલ બોટે લાઇટ સેન્સેટિવ પેપરની શોધ કરી, જેણે દોરેલા ચિત્રને કાયમી સ્વરૂપમાં રાખવાનું શક્ય બનાવ્યું. ફ્રેન્ચ વૈજ્ઞાનિક આર્ગોએ 7 જાન્યુઆરી, 1839ના રોજ ફ્રેન્ચ એકેડેમી ઓફ સાયન્સ માટે એક અહેવાલ તૈયાર કર્યો. ફ્રાન્સની સરકારે આ પ્રોસેસ રિપોર્ટ ખરીદ્યો અને 19 ઓગસ્ટ, 1939ના રોજ તેને સામાન્ય જનતા માટે મફત જાહેર કર્યો. આથી જ 19 ઓગસ્ટના રોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે ઉજવવામાં આવે છે.
જ્યારે વિશ્વ માનવતાવાદી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટે જ ઉજવાય છે. આ દિવસે એવા લોકોને યાદ કરવામાં આવે છે,જેમણે માનવતાવાદી કારણોસર અન્ય લોકોને મદદ કરવા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું. આ દિવસને વિશ્વભરમાં માનવતાવાદી કાર્યને પ્રોત્સાહિત કરવાની તક તરીકે પણ જોવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિએરા ડી મેલો અને તેના 21 સાથી માનવતા ચિકિત્સકોના મૃત્યુને શ્રદ્ધાંજલિ આપવા હેતુ સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 19 ઓગસ્ટને વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે જાહેર કર્યો છે.