યશપાલસિંહ પરીક્ષા આપવા સુરત આવ્યો ત્યારે પરીક્ષા ખંડના CCTVમાં કેદ થયો હતો

ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતીની પરીક્ષાના પેપર લીક કેસમાં મુખ્ય આરોપી યશપાલસિંહની પોલીસે ધરપકડ કરી છે. યશપાલસિંહ પરીક્ષા ખંડમાં હાજર હોવાના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં યશપાલસિંહ પરીક્ષા ખંડમાં પેપર શરૂ થતા પહેલા પહોંચી ગયો હતો. જ્યારે પરીક્ષા ખંડમાં પેપર લીક થતા પરીક્ષા રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવતા પરીક્ષા ખંડમાંથી બહાર નીકળી જતો હોય તેવું દેખાય છે.

ગત રવિવારના રોજ લોક રક્ષક દળની બપોરના સમય દરમિયાન પરીક્ષા યોજાયી હતી. પરંતુ પરીક્ષાના થોડા કલાકો પહેલાં જ પરીક્ષાનું પેપર ફુટી જતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં મુખ્ય આરોપી યશપાલસિંહનું પરીક્ષા કેન્દ્ર સુરતમાં અલથાણ ખાતે આવેલી સોગાયો કેળવણી મંડળ સંચાલિત શ્રી દયાળજી કરસનજી ભટારકર વિદ્યાસંકુલ હતું. યશપાલસિંહ પરીક્ષા આપવા માટે વડોદરાથી સુરત પણ આવ્યો હતો. પરીક્ષા ખંડમાં હાજર યશપાલસિંહ સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો.

લોકરક્ષક દળ ભરતી પેપર લીક કેસમાં ગઈકાલે મોડી રાત્રે પોલીસે આરોપી યશપાલસિંહ સોલંકીની ધરપકડ કરી છે. પોલીસે યશપાલસિંહને મહિસાગર જિલ્લાના વીરપુર પાસેથી ઝડપી લીધો હતો.

LEAVE A REPLY