Connect Gujarat
ગુજરાત

મોડાસાના દધાલિયા ગામે દેશની રક્ષા કરી પરત ફરેલા સૈનિકનું વતનમાં સ્વાગત

મોડાસાના દધાલિયા ગામે દેશની રક્ષા કરી પરત ફરેલા સૈનિકનું વતનમાં સ્વાગત
X

માં ભોમની રક્ષા કરી નોકરીમાંથી વયનિવૃત્તિ થતા પરત ફરેલા બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં સબ ઇન્સ્પેક્ટરનું પોતાના વતન દધાલિયામાં ભવ્ય સ્વાગત કરી સન્માન કરવાની સાથે ઢોલ નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા યોજી સામૈયું કરવામાં આવ્યું હતું. મોડાસાના દધાલિયા ગામના વતની ભીખાભાઇ મોંઘાભાઇ પરમાર નું ઑગસ્ટ-૧૯૮૩ માં ગુજરાતના દાંતીવાડા બટાલિયન -૫૩ માં ખાતે પ્રથમ પોસ્ટિંગ થયું હતું.

[gallery size="full" td_select_gallery_slide="slide" ids="96940,96941,96943"]

બોર્ડર સિક્યુરિટી ફોર્સની નોકરીના બીજા જ વર્ષે ૧૯૮૪ માં ગોલ્ડન ટેમ્પલ અમૃતસરના બ્લ્યુ ઓપરેશનમાં તેમની બટાલિયન સાથે મહત્વનો રોલ ભજવ્યો હતો. ૩૬ વર્ષ સુધી દેશના વિવિધ વિસ્તારોમાં માં ભોમની રક્ષા કરી છેલ્લે કચ્છ-ભુજ ખાતે નિવૃત્ત થતા શનિવારે ફૌજી જવાન પોતાના વતન પરત ફરતા દેશની સેવા કરી પરત ફરેલા જવાનનું ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કરી ભવ્ય શોભાયાત્રા યોજી હતી જેમાં આજુબાજુના ગ્રામજનો, રાજકીય અગ્રણીઓ અને સગા-સબંધીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈ ફોજી જવાન અને તેમના પરિવારનું સામૈયું કરી મોમેન્ટો, શ્રીફળ અને ફુલહાર પહેરાવી સન્માન સમારોહ યોજવામાં આવતા દધાલિયા પંથક દેશભક્તિના રંગે રંગાયું હતું.

Next Story