/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/vlcsnap-2019-04-26-13h19m26s310.png)
મોડાસા બીઆરસી ભવન ખાતે પ્રથમવાર દિવ્યાંગ કેમ્પ યોજાઈ ગયો, જેમાં દિવ્યાંગોને યુનિક ડિસએબિલિટી આઈડેન્ટી કાર્ડ માટે ચેક અપ કરવામાં આવ્યા.
સમગ્ર શિક્ષા અભિયાન આઈ.ડી.ડી યુનિટ મોડાસા અને સિવિલ હોસ્પિટલ હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે મોડાસાના બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ કેમ્પ યોજાઈ ગયો, જેમાં દિવ્યાંગોનું મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું હતું. ધોરણ એક થી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આ કેમ્પમાં લાભ લીધો હતો. તાલુકા કક્ષાના આ કેમ્પમાં અંદાજે 120 જેટલા દિવ્યાંગ બાળકો હાજર રહ્યા હતા, જે પૈકી 74 બાળકોને કાર્ય એનાયત કરવામાં આવ્યા હતા, આ સાથે જ 12 જેટલા બાળકોને કાર્ડ માટે ભલામણ કરવામાં આવી હતી.
સૌપ્રથમવાર મોડાસા ખાતે આયોજિત કરાયેલા કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગો જોડાયા હતા, અને મેડિકલ ચેક અપ કરાવ્યું હતું. તબિબો દ્વારા દિવ્યાંગોનો ચેક અપ કરીને તેમને યુનિક ડિસએબિલીટ આઈડેન્ટી કાર્ડ પણ આપવામાં આવશે. યુનિક ડિસએબિલિટી આઈડેન્ટી કાર્ડ થકી દિવ્યાંગ બાળકોને સરકારી યોજનાઓના લાભ, બસ પાસ, સમાજ કલ્યાણનું પ્રમાણપત્ર જેવી વિવિધ સુવિધાઓનો લાભ મળી શકશે.. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તેમજ સમગ્ર શિક્ષા અભિયાનના સંચાલક અમિત કવિએ દિવ્યાંગોને માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.