/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/06/IMG_8507.jpeg)
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રણામી સંપ્રદાયના અનુયાયીઓ વસવાટ કરી રહ્યા છે, જેમાં સમાજના બાળકોને અભ્યાસ માટે વધુ પ્રેરણા મળે તે હોતુથી તેમનો સન્માન સમારોહ યોજાઇ ગયો.
અડસઠ-બારીશ પ્રણામી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ (સૂચિત) અને સુખસાગર ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રાજેન્દ્રનગર આર્ટસ કોલેજ હોલમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ના વિવિધ પ્રવાહમાં ઉત્તમ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ સાથે શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન સેમિનાર માં સમાજના તજજ્ઞો દ્વારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રણામી સમાજના અગ્રણી દુર્ગેશભાઈ પ્રણામી, રમેશ ભાઈ ચાવડા,પ્રવીણ ભાઈ પ્રણામી, ર્ડો.ધર્મેન્દ્ર ધનુલા, જીતેન્દ્રભાઈ અમીન, ગણપતભાઈ પરમાર,પ્રવીણભાઈ રાજ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી તેજસ્વી તારલાઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ટ્રસ્ટના પ્રમુખ ડૉ.મહેશ ટીંટીસરા,મંત્રી દિનેશ પરમાર, ઉપપ્રમુખ મનોજ પાટીલ, ખજાનચી અરવિંદ સુતરીયા અને કારોબારી સભ્યોએ કર્યું હતું.