Connect Gujarat
Featured

લોકડાઉનમાં ઘરે પરત ફરેલા કામદારો માટે મોદી સરકારનો મેગા પ્લાન, રોજગાર માટે બ્લુપ્રિન્ટ તૈયાર

લોકડાઉનમાં ઘરે પરત ફરેલા કામદારો માટે મોદી સરકારનો મેગા પ્લાન, રોજગાર માટે બ્લુપ્રિન્ટ તૈયાર
X

કેન્દ્ર સરકારે દેશના 6 રાજ્યોમાં 116 જિલ્લાઓની ઓળખ કરી છે, જ્યાં લોકડાઉન દરમિયાન સૌથી વધુ સંખ્યામાં પરપ્રાંતિય મજૂર પાછા ફર્યા છે. સરકારે આવા શ્રમિકોના હિત માટે પુનર્વાસ અને રોજગાર માટે રોડમેપ તૈયાર કર્યો છે.

કેન્દ્રની મોદી સરકારે લોકડાઉનને કારણે રોજી રોટી અને રોજગાર ગુમાવનારા પરપ્રાંતિય મજૂરો માટે મેગા યોજના તૈયાર કરી છે. કેન્દ્ર સરકારે દેશના 6 રાજ્યોમાં 116 જિલ્લાઓની ઓળખ કરી છે, જ્યાં લોકડાઉન દરમિયાન સૌથી વધુ સંખ્યામાં પરપ્રાંતિય મજૂર પાછા ફર્યા છે.

હવે સરકારે આ પરપ્રાંતિય મજૂરો માટે મેગા પ્લાન તૈયાર કર્યો છે. આ અંતર્ગત, કોરોના લોકડાઉન દરમિયાન પોતાના રાજ્યો અને ગામોમાં પરત ફરેલા કરોડો પરપ્રાંતિય મજૂરોના પુનર્વસન અને રોજગાર માટે સંપૂર્ણ રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. હવે સરકાર આ 116 જિલ્લાઓમાં કેન્દ્ર સરકારની સમાજ કલ્યાણ અને ડાઇરેક્ટ બેનિફિટ યોજનાઓને વધુ ઝડપથી મિશન મોડમાં ચલાવશે. આનો મકસદ છે કે પરત આવનારા પ્રવાસીઓ માટે આજીવિકા, રોજગાર, કુશળ વિકાસ અને ગરીબ કલ્યાણ સુવિધાઓનો લાભ સુનિશ્ચિત કરી શકાય.

આ જિલ્લાઓમાં મનરેગા, કૌશલ ભારત, જન ધન યોજના, કિસાન કલ્યાણ યોજના, ખાદ્ય સુરક્ષા યોજના, પીએમ આવાસ યોજના સહિતની અન્ય કેન્દ્રિય યોજનાઓ હેઠળ મિશન મોડમાં કાર્ય કરાશે. આ ઉપરાંત તાજેતરમાં જાહેર કરેલા આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ જિલ્લાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે અન્ય કેન્દ્રિય યોજનાઓ પણ ચોક્કસ રીતે અમલમાં મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારના મંત્રાલયોને પણ કહેવામા આવ્યું છે કે, બે અઠવાડિયામાં આ જિલ્લાઓને ધ્યાનમાં રાખીને યોજનાઓ માટેનો પ્રસ્તાવ તૈયાર કરી પીએમઓ મોકલવામાં આવે.

કેન્દ્ર સરકાર દ્વારા પસંદ કરાયેલા 116 જિલ્લાઓમાંથી, બિહારમાં મહત્તમ 32 જિલ્લાઓ છે. તે પછી યુપીના 31 જિલ્લાઓ છે. મધ્યપ્રદેશના 24 જિલ્લાઓ, રાજસ્થાનના 22 જિલ્લાઓ, ઝારખંડના 3 જિલ્લાઓ અને ઓડિશાના 4 જિલ્લાઓ છે. કોરોના લોકડાઉન દરમિયાન, કામદારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. લોકડાઉન દરમ્યાન ધંધા બંધ થતાં કામદારો માટે આજીવિકાનું સંકટ સર્જાયું હતું. જેને કારણે, દેશભરમાં શ્રમિકોનું સ્થળાંતર શરૂ થયું. ગામ પરત ફરતી વખતે પણ કામદારોને અનેક મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર કેટલાક મહત્વપૂર્ણ પગલા ભરવા જઈ રહી છે જેથી પરત વતન ફરેલા કામદારોના રોજગારની વ્યવસ્થા થઈ શકે.

Next Story