Connect Gujarat
દેશ

આગામી 2022 સુધીમાં ભારતીયો અંતરીક્ષમાં પહોંચશે: પીએમ મોદી

આગામી 2022 સુધીમાં ભારતીયો અંતરીક્ષમાં પહોંચશે: પીએમ મોદી
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા ઉપરથી દેશની જનતાને સંબોધી

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ આજે દેશના 72માં સ્વતંત્રતા પર્વ નીમિત્તે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કર્યું હતું. પીએમ મોદીના કાર્યકાળનું આ તેમનું છેલ્લું સંબોધન છે. આ વર્ષે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીએમએ તેમની સરકારની યોજનાઓ અને કરેલા કામોને દેશ સમક્ષ રજૂ કર્યા હતા. પીએમ મોદીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું કે 2022માં ભારતીય અંતરિક્ષમાં પહોંચશે

આયુષ્માન યોજનાનો લાભ 10 કરોડ પરિવારને મળશે. 25 સપ્ટેમ્બરના જન આરોગ્ય અભિયાન લોન્ચ થશે. ગંભીર બીમારી માટે વડાપ્રધાન જન આરોગ્ય અભિયાન શરૂ થશે. સરકારના પ્રયાસોથી 2 વર્ષમાં 5 કરોડ લોકો ગરીબી રેખાથી હાર આવ્યા હોવાનું પીએમ મોદીએ જણાવ્યું હતું.

ભાઈ-ભતીજા વાદને અમે ખતમ કરી નાંખ્યો છે. પ્રક્રિયાનો પારદર્શક બનાવવા માટે અમે ઓનલાઈન મંજૂરી શરૂ કરી છે. કોઈપણ વ્યક્તિ તેને જોઈ શકે છે અને સંસ્કરણોનો યોગ્ય ઉપયોગ થાય તે જ અમારી સરકારનો હેતુછે

ભારતીય મહિલાઓ પણ આગળ આવી છે. આજે સુપ્રીમ કોર્ટમાં ત્રણ મહિલા જજ છે. આજે દીકરીઓને હું એક ખુશખબરી આપવા માંગુ છું. શોર્ટ સર્વિસ કમિશનથી નિયુક્ત મહિલા અધિકારીઓને પુરુષ સમકક્ષ સ્થાયી કમિશનની જાહેરાત પણ વડાપ્રધાન મોદીએ કરી હતી.

દેશમાં આંતરિક સુરક્ષાનો ઉલ્લેખ કરતા મોદીએ જણાવ્યું કે સ્થિતિ વધુ સારી થઈ છે. ત્રિપુરા, મેઘાલય અને અરૂણાચલ પ્રદેશના કેટલાય ભાગોમાં ઐતિહાસિક રીતે શાંતિ છે. માઓવાદ પ્રભાવિત જીલ્લાઓની સંખ્યા 126થી ઘટીને 90 થઈ છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં શાંતિ સુનિશ્ચિત કરવા કામ કરી રહી છે.

ત્રણ તલાકના કુરિવાજને કારણે મુસ્લિમ મહિલાઓને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે. સરકારે આનો અંત લાવવા માટે પ્રયાસ કર્યો છે પરંતુ ત્રણ તલાક બિલને કેટલાક લોકો પસાર થવા ન થી દેતા. હું મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓને વિશ્વાસ અપાવું છું કે મુસ્લિમ મહિલાઓ અને દીકરીઓને ન્યાય અપાવવામાં કોઈ કચાસ નહીં છોડું.

બળાત્કારની શિકાર બનેલી દીકરીઓને જેટલી પીડા થાય છે તેનથી લાખો ગણી અમને થાય છે. આ રાક્ષસી મનોવૃતિથી દેશને મુક્ત કરાવવો પડશે. ગત દિવસોમાં મધ્ય પ્રદેશના કટનીમાં બળાત્કારીઓએ પાંચ દિવસમાં સજા સંભળાવવામાં આવી છે. રાજસ્થાનમાં પણ આવું થયું અને રાક્ષસી વૃતિની માનસિકતા ધરાવતા લોકોને ફાંસીની સજા થઈ છે. આપણે આનો પ્રચાર કરવો પડશે અને આ વિકૃતિ પર હુમલો કરવો પડશે. કાયદાનું શાસન હોવું જોઈએ. કાયદાનું શાસન સર્વોચ્ચ છે અને કોઈપણે કાયદો પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી.

Next Story