Connect Gujarat
Featured

નર્મદા : પેવર બ્લોકના લોકાર્પણ વખતે સાંસદ મનસુખ વસાવા અને અપક્ષ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી

નર્મદા : પેવર બ્લોકના લોકાર્પણ વખતે સાંસદ મનસુખ વસાવા અને અપક્ષ કોર્પોરેટર વચ્ચે બોલાચાલી
X

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીના વાગી રહેલાં પડઘમ વચ્ચે હવે વિકાસકામોનો જશ લેવા નેતાઓમાં હોડ જામી છે. આ હોડમાં રાજપીપળામાં સાંસદ મનસુખ વસાવા અને અપક્ષ કોર્પોરેટર મહેશ વસાવા જાહેરમાં બાખડી પડયાં હતાં. નેતાઓની લડાઇનો આ વિડીયો વાયરલ થઇ રહયો છે.

ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા આખાબોલા નેતા તરીકે જાણીતા છે અને તેઓ તેમના પક્ષના નેતાઓ સામે પણ બોલતા ગભરાતા નથી. સાંસદ મનસુખ વસવાા રાજપીપળા ખાતે પેવરબ્લોકના લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપવા ગયાં હતાં. જેમાં પેવર બ્લોક કોણે નંખાવ્યાં તે બાબતે સાંસદ મનસુખ વસાવા અને અપક્ષ કોર્પોરેટર મહેશ વસવા વચ્ચે બોલાચાલી થઇ હતી. આ દરમિયાન કોઇએ વિડીયો ઉતારીને વાયરલ કરી દીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી દિવસોમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતોમાં ચુંટણીઓ આવી રહી છે ત્યારે નેતાઓ લોકોની વચ્ચે દેખાવા લાગ્યાં છે અને તેમના વિસ્તારમાં વિકાસના કામોનો જશ ખાટવા આગળ આવી રહયાં છે. મતદારોને પણ એક અપીલ છે કે, તમારા વિસ્તારમાં થયેલાં કામોની સમીક્ષા કર્યા બાદ યોગ્ય ઉમેદવારને જ તમારો કિમંતી મત આપજો..

Next Story